મનપાનું કેક કટિંગ, 7 બેકરીમાંથી નમૂના લેતી ફૂડ શાખા - At This Time

મનપાનું કેક કટિંગ, 7 બેકરીમાંથી નમૂના લેતી ફૂડ શાખા


રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ નોનવેજના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું. જંગલેશ્વર, ગોકુલનગર, પટેલ સોસાયટી પાસેના કોમન પ્લોટ આસપાસથી નોનવેજ વેચાણ કરતા 5 આસામી અને રેંકડીધારકોને ફૂડ લાઇસન્સ તેમજ હાઈજેનિક કન્ડિશન અંગે નોટિસ અપાઈ હતી. જ્યારે શૈરાની કબાબમાંથી 4 કિલો વાસી ચિકનનો નાશ કરવામાં આવ્યો હતો. જો કે સેમ્પલ લેવાયા નથી. હાલ થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં આયોજકો લાગી ગયા છે. 25 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી કેકનું વેચાણ વધારે થતું હોવાથી ફૂડ શાખાને વડી કચેરીએથી બેકરીઓમાંથી સેમ્પલ લેવાની સૂચના આવી હતી. જેને પગલે ફૂડ શાખાએ શહેરની અલગ અલગ બેકરીઓમાંથી કેકના 7 નમૂના લીધા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.