મેટોડા GIDC વિસ્તારમાંથી મોટરસાઇકલની ચોરી કરનાર જેતપુરનો શખ્સ ઝડપાયો - At This Time

મેટોડા GIDC વિસ્તારમાંથી મોટરસાઇકલની ચોરી કરનાર જેતપુરનો શખ્સ ઝડપાયો


ગ્રામ્ય એલસીબીએ જેતપુરમાંથી 6 બાઇક સાથે પકડી પાડી જેતપુર પોલીસને સોંપ્યો

જેતપુર રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે જેતપુરના અમનગર રોડ શ્રીજી સ્કૂલ નીલ કમલ એપાર્ટમેન્ટમાં રહેતા જયપાલ બહાદુરભાઈ વાળાને ચોરીની ૬ મોટરસાયકલ સાથે પકડી પાડેલ આ શખસ સામે વણશોધાયેલા રાજકોટ મેટોડા જીઆઇડીસીમાં બે ગુના નોંધાયેલા હોય જે વાહન
ચોરીના હોય જેથી એલસીબી પોલીસે પકડી પાડતા આરોપીએ મેટોડા જીઆઈડીસી તેમજ રાજકોટના કાલાવડ રોડ પરથી આ મોટરસાયકલ ચોરી કર્યાનું કબૂલ્યું હતું. જેમાં પોલીસે આ શખ્સ પાસેથી છ મોટરસાયકલ કબજે કરેલ તેમજ એક મોબાઈલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી માટે જેતપુર સિટી પોલીસને સોંપી આપ્યો હતો.

અહેવાલ આશિષ પાટડીયા જેતપુર


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.