મંદીથી કંટાળી કારખાનેદારનો આપઘાત
શહેરના કોઠારીયા વિસ્તારમાં આવેલી રાધેશ્યામ સોસાયટીમાં રહેતા પટેલ કારખાનેદારે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ મૃતકે સ્યુસાઈડ નોટ લકી પગલું ભયુર્ં હતું જેમાં આર્થિક સંકડામણથી આપઘાત કર્યાનું ખુલ્યું છે.
મૃતકના પરિવારજનો તરફથી મળતી વિગત મુજબ આજે સવારે 10 વાગ્યા આસપાસ કોઠારીયાની રાધેશ્યામ સોસાયટી શેરી નં.6માં પોતાના ઘરે ભરતભાઈ હકાભાઈ ચોથાણી (ઉ.વ.42)એ રૂમમાં પંખાની આડી સાથે દોરડું બાંધી પોતાની જાતને ગળાફાંસો લગાવી લીધો હતો અને જીંદગીનો અંત આણ્યો હતો. લાંબો સમય સુધી તેઓ રૂમ બહાર ન આવતા તેમના પત્નીએ રૂમનો દરવાજો ખોલતા ભરતભાઈનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં ટીંગાતો જોવા મળતા તેમના પત્નીએ દેકારો કરી મુકતા અડોશ પડોશના રહેવાસીઓ દોડી આવેલા અને ભરતભાઈને નીચે ઉતરી 108ને જાણ કરી હતી. 108ના ઈએમટીએ ભરતભાઈને મૃત જાહેર કર્યા હતા. જેની જાણ આજીડેમ પોલીસને થતા પીએસઆઈ એ.જે. પરમારની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ જયદેવભાઈ ગોસીયા અને રાઈટર રામજીભાઈએ કાગળો કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
મૃતકના પરિવારજનોએ જણાવ્યા મુજબ સ્યુસાઈડ નોટ લખી ભરતભાઈએ અંતિમ પગલુ ભયુર્ં હતું. જેમાં કારખાનામાં મંદી હોય આર્થિક સંકડામણ હોય જેના કારણે આપઘાત કરી લીધો હતો. જોકે, આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક બે ભાઈ અને એક બહેનમાં નાના હતા. તેમને સંતાનમાં બે પુત્ર છે. મૃતકને બાપુનગર શેરી નં.4માં હાર્ડવેરનું કારખાનું છે. બનાવના પગલે પટેલ ચોથાણી પરિવારમાં શોક છવાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.