મોડાસા સરસ્વતી બાલમંદિર યોગ પરિવાર દ્વારા કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમ સાઈ મંદિર હોલમાં ભવ્ય વિજય રીતે ઉજવવામાં આવ્યો. - At This Time

મોડાસા સરસ્વતી બાલમંદિર યોગ પરિવાર દ્વારા કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમ સાઈ મંદિર હોલમાં ભવ્ય વિજય રીતે ઉજવવામાં આવ્યો.


કાર્યક્રમનું ઉદ્ઘાટન, જીવદયા પ્રેમી અને સરસ્વતી બાલ મંદિરના પ્રમુખશ્રી નિલેશભાઈ જોશી, ભરતભાઈ પરમાર અને હાઇકોર્ટના વકીલશ્રી ભરતભાઈ કોઠારી દ્વારા કરવામાં આવ્યું. કિશોર ક્રિષ્ના, યુવા ક્રિષ્ના અને યોગેશ્વર ક્રિષ્ના ના જીવનની આસપાસ ફરતા પ્રસંગોને કેન્દ્રમાં રાખીને આ ભક્તિ યુક્ત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના કોઓર્ડીનેટર તરીકે શ્રી વિનોદભાઈ ભાવસાર, ડોક્ટર ગોવિંદભાઈ ,શ્રી પંકજભાઈ, ધર્મેન્દ્રભાઈ અને ડો. હરિલાલ પટેલે ફરજ બજાવી હતી. ઉમા કેળવણી મંડળના મંત્રીશ્રી રમેશભાઈ ચૌધરી અને સેન્ટ્રલ બેન્કના એક્સ મેનેજરશ્રી મહેશભાઈ પટેલે પ્રતિભાવો આપ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન શિલ્પાબેન દક્ષિણી, પિનલ સોની, ચંદ્રિકાબેન ,મીનાબેન અને કૈલાશબેને કર્યું હતું. કાર્યક્રમનું આયોજન કરવામાં અલગ અલગ ગરબાઓ ડ્રામા નૃત્ય નાટિકા પ્રેક્ષકોમાં ભારે આકર્ષણ રૂપ બન્યા હતા અને વખાણ્યા હતા.

જીતેન્દ્ર ભાટીયા9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.