કૂચબિહારમાં મોટી દુર્ઘટના, પિકઅપ વાનમાં વીજ કરંટ લાગવાથી 10 કાવડિયાઓના મોત - At This Time

કૂચબિહારમાં મોટી દુર્ઘટના, પિકઅપ વાનમાં વીજ કરંટ લાગવાથી 10 કાવડિયાઓના મોત


- પિકઅપ વાનમાં લગભગ 30 લોકો સવાર હતા જેમાંથી 19 લોકોને જલપાઈગુડીની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યારે 10 લોકોએ જીવ ગુમાવ્યા છેપશ્ચિમ બંગાળ, તા. 01 ઓગસ્ટ 2022, સોમવારપશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં રવિવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીં જલપેશ જઈ રહેલા 10 શિવભક્તો (કાવડિયો)ને વીજ કરંટ લાગવાથી મૃત્યુ પામ્યા હતા. જલપેશમાં એક શિવ મંદિર છે કહેવામાં આવી રહ્યું છે કે, તમામ શિવભક્તો ત્યાં જઈ રહ્યા હતા.કહેવામાં આવી રહ્યું છે કે, વાહનમાં ડીજે લગાવવામાં આવ્યું હતું અને સાથે જ જનરેટર પણ રાખવામાં આવ્યું હતું. જનરેટરના વાયરમાં શોર્ટ સર્કિટ થતાં વાહનમાં કરંટ લાગ્યો હતો. આ કારણે પીકઅપમાં સવાર મુસાફરોને ફટકો પડ્યો હતો અને આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે જ્યારે 19 લોકો ઘાયલ થયા છે. આ તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ પીકઅપનો ચાલક ફરાર થઈ ગયો છે.અહેવાલ અનુસાર, પિકઅપ વાનમાં લગભગ 30 લોકો સવાર હતા. જેમાંથી 19 લોકોને જલપાઈગુડીની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યારે 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. પોલીસનું કહેવું છે કે, આ ઘટના પીકઅપ વાનમાં ડીજે સિસ્ટમના જનરેટરના વાયરિંગને કારણે બની હોઈ શકે છે. આ કારણે આખા વાહનમાં કરંટ ફેલાયો હોવાની સંભાવના છે. આ ઘટના મેખલીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ધરલા બ્રિજ પર બની હતી. માતાભંગાના અધિક પોલીસ અધિક્ષક અમિત વર્માએ જણાવ્યું હતું કે, આજે રાત્રે લગભગ 12 વાગ્યે પીકઅપ વાનમાં કરંટ લાગ્યો હતો અને આ ઘટના બની. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, જનરેટર (ડીજે સિસ્ટમ)ના વાયરિંગને કારણે કરંટ ફેલાયો હતો. આ વાહનમાં પાછળના ભાગમાં જનરેટર લગાવવામાં આવ્યું હતું.આ ઘાયલોને ચંગરબંધની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ડોક્ટરોએ 19 લોકોને વધુ સારી સારવાર માટે જલપાઈગુડી જિલ્લા હોસ્પિટલમાં મોકલ્યા હતા જ્યારે 10 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, તમામ મુસાફરો સીતલકુચી પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે. આ ઘટના અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી છે.SSP વર્માએ જણાવ્યું હતું કે, વાહનને જપ્ત કરી લેવામાં આવ્યું છે પરંતુ ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.