બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર સાત નવાપુરા વિસ્તારમાં પાયાની સુવિધાથી વંચિત
મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરપાલિકા વોર્ડ નંબર સાત નવાપુરા વિસ્તાર પાયાની સુવિધાથી વંચિત જોવા મળ્યો છે નગરપાલિકા વિસ્તારમાં આવેલ નવાપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી રોડ રસ્તા પાણી સહિતની સુવિધાઓ થી વંચિત જોવા મળી રહી છે આ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી પરિસ્થિતિ તેની તેજ જોવા મળી રહી છે નગરપાલિકા દ્વારા વેરો પણ વસૂલ કરવામાં આવે છે પરંતુ જે સુવિધાઓ નો વેરો લેવામાં આવે છે તે સુવિધાઓ પણ આપવામાં નથી આવતી છેલ્લા દસ વર્ષથી પાણીની પાઇપલાઇન પર નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે પરંતુ આજે 10 વર્ષ બાદ પણ નવાપુરા વિસ્તારને પાણીનું ટીપું મળ્યું નથી અને નવાપુરા વિસ્તારના લોકોને પાણી માટે દૂર દૂર સુધી રઝળપાટ કરવો પડી રહ્યો છે છેલ્લા 30 વર્ષથી નવાપુરા વિસ્તાર અનેક સુવિધાઓથી વંચિત રહેતા લોકોમાં નગરપાલિકા સામે એક બાજુ રોષ જોવા મળી રહ્યું છે ત્યારે બીજી તરફ મુસીબતોનો સામનો પણ કરતા જોવા મળ્યા છે નવાપુરા વિસ્તારમાં હેડ પંપ પણ છે પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે ત્યારે બોર રિંગ કૂવામાં પણ પાણી ન હોવાના કારણે અંદાજિત બે થી ત્રણ કિલોમીટર દૂર આવેલ એક કૂવામાંથી પાણી લાવવું પડી રહ્યું છે ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ પાણીની આવી પરિસ્થિતિ છે તો હજુ ઉનાળાની સિઝનમાં લોકોની શું પરિસ્થિતિ થશે તે વિચારવું પણ મુશ્કેલ બન્યું છે
બાલાસિનોર નગરપાલિકા વોર્ડ નંબર સાત નવાપુરા વિસ્તારમાં રોડની સુવિધા નથી પાણીની સુવિધા ત્યારે નગરપાલિકા દ્વારા ગટર લાઈન બનાવવામાં આવી છે તે પણ અધૂરી જોવા મળી રહી છે જેથી ગટર લાઈન પણ બિન ઉપયોગી બની છે ગટર લાઈનનું કામ પણ હલકી કક્ષાનું કરવામાં આવ્યું છે મોટે પાયે ખાઈકિ થઈ હોય તેવું ગામ લોકો જણાવી રહ્યા છે ચૂંટણી આવે ત્યારે અનેક ઉમેદવારો વોટ માગવા આવે છે અનેક વાયદાઓ વચનો આપે છે પાણી માટે મોટા મોટા ટાકા બનાવવા આપીશું પરંતુ જીત્યા બાદ અહીં કોઈપણ ફરકતું નથી અને આપેલ વાયદા વચનો પોકળ સાબિત થયા છે આમ છેલ્લા 30 વર્ષથી અનેક મુશ્કેલીઓનો સામનો કરતા લોકો દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને લેખિત તેમજ મૌખિક અનેક વાર રજૂઆત કરવામાં આવી છતાં પણ નગરપાલિકાના કર્તાધાર કરતાં જોવા મળી રહ્યા છે જેથી આ વિસ્તારનો વિકાસ રૂંધાઇ પડે છે ત્યારે હવે ક્યારેય આ વિસ્તારને પાયાની સુવિધાઓ મળે છે તે જોવું રહ્યું
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ બાલાસિનોર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.