ગુલાબપુરામાં સરકારી જમીન પર ખેતી કરતા 2 સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ. - At This Time

ગુલાબપુરામાં સરકારી જમીન પર ખેતી કરતા 2 સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ.


સાવલી તાલુકાના ગુલાબપુરાની સીમમાં આવેલ સરકારી પડતર જમીન સર્વે નંબર 28 અને 30 જમીનમાં છેલ્લા દોઢ એક વર્ષથી કબજો કરી જમીનને લેવલિંગ કરાવી ખેતી કરતા અલ્પેશ મહેન્દ્રભાઈ શાહ ( 603 અગમ એપાર્ટમેન્ટ પાયોનીયર હાઇસ્કુલ સામે આણંદ ) , નરસિંહભાઈ રાવજીભાઈ પટેલ ( તુલસીબાગ સોસાયટી , માંજલપુર વડોદરા ) સામે કિરણબા દિગ્વિજયસિંહ ઠાકોર ( રહે સિહોરા તાલુકો ડેસર ) અગાઉ તારીખ 21 / 9 / 2021 ના રોજ ઓનલાઈન વડોદરા કલેકટર કચેરીએ અરજી કરી હતી . તે અનુસંધાને તપાસ કરી સાવલી મામલતદાર પ્રકાશકુમાર જેસીંગભાઇ પટેલ સામે ડેસર પોલીસ મથકે ધી ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોક્ત બંનેવ આરોપીઓની અટકાયત કરી હતી . સાવલી તાલુકાના ગુલાબપુરાની સીમ વિસ્તારમાં આવેલ સર્વે નંબર 28 , 29 , 30 જેમાં સર્વે નંબર 28 અને 30 તે સરકારી પડતર છે . જ્યારે સર્વે નંબર 29 તે સિહોરાના એક ખેડૂતની છે . જેમાં સરકારી પડતર જમીન જે ખાડા ટેકરા વાળી હોવાથી જમીનનું લેવલ કરાવી છેલ્લા દોઢ બે વર્ષથી બંને ઇસમો ખેતી કરી કમાણી કરતા હતા . જ્યારે તેની બાજુની સર્વે નંબર 39 અને 40 તે જમીન સંતોષકુમાર પર્વતસિંહ પરમાર અને દિલીપસિંહ પર્વતસિંહ પરમાર પાસેથી તારીખ 15 / 4 / 2021 ના રોજ રજીસ્ટર દસ્તાવેજ નંબર 80 થી અલ્પેશભાઈ શાહ અને નરસિંહ પટેલે વેચાણ રાખેલી હતી . તે નંબરના આધારે નજીકમાં આવેલ સરકારી પડતર સર્વે નંબર 28 અને 30 વાળી સરકારી જમીન પર બિનઅધિકૃત રીતે કબજો કરી હોવાથી તેઓ સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.