મહીસાગર જિલ્લામાં નલ સે જલ અને જલ સે જર પેદા કરતા કોન્ટ્રાક્ટરોએ સરકારી તિજોરીને લાખોનો ચૂનો ચોપડ્યો - At This Time

મહીસાગર જિલ્લામાં નલ સે જલ અને જલ સે જર પેદા કરતા કોન્ટ્રાક્ટરોએ સરકારી તિજોરીને લાખોનો ચૂનો ચોપડ્યો


*
ગામની જૂની પાણીની પાઇપલાઇન ઉપર લાઈન બતાવી લાખો રૂપિયા ઘર ભેગા કરી લીધા

આવા કોન્ટ્રાક્ટરોને આજીવન બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી માગણી

નલ સે જલમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર કોઠંબા ગામમાં 67,87,345/-રુપિયાનો

મહીસાગર જિલ્લામાં નલ સે જલમાં જમીન નીચેનો પોપડો ઉખડતા લાખો કરોડોનો ભ્રષ્ટાચાર બહાર આવવા પામ્યો છે. ગુજરાત પાણી પુરવઠા વ્યવસ્થા બોર્ડના અધિક્ષક ઇજનેર ધરા વ્યાસ દ્વારા મહીસાગર જિલ્લામાં યોજનાની કામગીરી તપાસ અન્વયે વિવિધ સ્થળેથી કરવામાં આવેલ રજૂઆતો પરત્વે પ્રાથમિક વિગતો મેળવવામાં આવેલ હતી. જિલ્લામાં કરવામાં આવેલ કામગીરીમાં પાઇપોના બેચ નંબરમાં વિસંગતતા જોવા મળતા વધારે ગામોમાં તપાસની કાર્યવાહી કરવામાં આવેલ છે. જે બાબતે અલગ અલગ ટીમો બનાવી કુલ 23 ગામો ખાતે કામગીરીની સ્થળ તપાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિગતો ઉપલબ્ધ કરવામાં આવતા માપ પોથીમાં નોંધવામાં આવેલ માપની સામે અમુક ગામોમાં ઓછા માપની પાઇપો સ્થળ ઉપર મળેલ,અમુક કિસ્સામાં જે કંપનીની પાઇપ દર્શાવેલ છે તે સિવાયની કંપની સ્થળ ઉપર દબાવવામાં આવેલ છે તથા કંપનીની પાઇપ દર્શાવેલ છે. જે પાઇપો મળેલ તેમાં બેચ નંબર, સાઈઝ ,જથ્થા વગેરેમાં વિસંગતતા જોવા મળી હતી. એજન્સીઓ સાથે મેળાપીપણા કરી પાઇપ ખરીદી અંગેના બનાવટી દસ્તાવેજો ઉભા કરી પાઈપ સપ્લાયર કંપની દ્વારા સપ્લાય કરેલ પાઇપોના જથ્થા અને ઇનવોઈસ નંબર તેમજ તારીખ અલગ અલગ જથ્થા ઊભા કરી ખોટા ચુકવણાઓ કરેલ હોવાનું જણાય આવેલ છે. આ ઉપરાંત જિલ્લામાં મોટાભાગના ગામોમાં પ્રાથમિક દ્રષ્ટિએ એન્જિનિયરો દ્વારા તપાસ કરતા જૂની પાઇપલાઇન સાથે નવી પાઇપલાઇનના જોડાણ કરી દીધા હોવાનું તપાસણી દરમિયાન જણાઈ આવેલ છે. જિલ્લામાં તપાસ દરમિયાન બિલો,વાઉચરો,આધાર પુરાવા ઉપલબ્ધ એમબી ટેલિસીટ,સાઇટ રિપોર્ટ, પાઇપ સપ્લાયર કંપની પાસેથી ખરાઇ દરમિયાન મેળવેલ વિગતો તથા વાસ્મો કચેરી પાસેથી થયેલ કામોના પ્રોગ્રેસ રિપોર્ટોના આધારે ગંભીર ગેરરીતિ અને અનિયમિતતાઓના સામે નાણાકીય નુકસાની મોટી ખાયકી થયેલ જોવામાં આવે છે. જે ગામમાં પાણી સમિતિને ચૂકવેલ રકમમાં ૯૦ ટકા રકમ વાસ્મો દ્વારા અને 10% રકમ લોકફાળા પેટે અથવા સરકારી ફાળા પેટે ચૂકવવામાં આવેલ હશે તેની વિગત વાસ્મો કચેરી પાસે ઉપલબ્ધ નથી. સદર ગામોમાં યુનિટ મેનેજર અઘોલા દ્વારા પાણી સમિતિને ચૂકવવાના કરેલ ફંડ તેમજ પાણી સમિતિ દ્વારા ઈજારદારને ચૂકવેલ રકમ ની વિગતો ઉપલબ્ધ ન હોવાથી ગામવાર એજન્સીને કેટલા ટકા કરેલ છે અથવા કરવાના બાકી છે કોઈ કપાત કરેલ છે કે કેમ વગેરે વિગતોની ચકાસણી કરવામાં આવી રહી છે. ખોટું જણાય આવે તેમાં નાણાકીય નુકસાની ની રકમ અન્વયે ખરાઈ કરી વસુલાતની કાર્યવાહીના આદેશ કરવાના રહેશે જે ગામોમાં ખાતા દ્વારા પાઇપો સપ્લાય થયેલ છે તેમજ જરૂરી ચકાસણી કરી તેના વસુલાતના આદેશમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવાનું રહેશે જેનો આદેશ ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિક્ષક ઇજનેર ધરા વ્યાસ દ્વારા કરવામાં આવેલ છે. જે ગામોમાં પીએમસી તરીકે મે.રે.ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ વડોદરા એજન્સી નિયત થયેલ હતી.તેઓ સામે પણ તેમની સાથે થયેલ કરારખતની જોગવાઈ મુજબ વસૂલાતની કાર્યવાહી કરવાની રહે છે તથા રિકવરીની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરી ગાંધીનગર ખાતે જાણ કરવાની મહીસાગર જીલ્લા યુનિટ મેનેજરને કરેલ છે.
બોક્સ:1
મહીસાગર જિલ્લામાં નલ સે જલમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર કોઠંબા ગામમાં 67,87,345 રૂપિયાનો
મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકામાં કુરેટા 15,05,916, સંઘરી16,39216, તલવાડા53,32178,ઝાલાસાગ1,85467,ખાનપુર તાલુકામાં વડાગામ 4514,ઇસરોડા 3,47394, સંતરામપુર તાલુકામાં આંબા 53,89433,રાણીજીની પાદેડી 46,03539,આંજણવા 36,98746,જુના કાળીબેલ 36,35108, સીમલીયા 22,76838,પનિયાર 14,77404, બાલાસિનોર તાલુકામાં આલેલા 36,91367, ભાથલા 4413130 અને ભાથલા પરા વિસ્તાર 32,37090, વીરપુર તાલુકામાં કુંભારવાડી 8,22170 અને6,70628,ખાટા 32,88446, લુણાવાડા તાલુકામાં વરધરી 25,75699, કોઠંબા 67,87345,વાળીનાથ 3645450,હોસેલીયા 36,42388,ચનસર 23,240690 રૂપિયાની નાણાકીય નુકસાની ની વિગત બહાર આવી છે.
બોક્સ :2

જિલ્લામાં નલ સે જલમાં 23ગામમાં કામગીરીમાં પાઈપોમા અને બેચ નંબરમાં વિસંગતતા જોવા મળી. અલગ અલગ ટીમો બનાવી કુલ 23 ગામો ખાતે થયેલ કામગીરીની સ્થળ તપાસણી કરવામાં આવી.
બોક્સ :3

તપાસણી દરમિયાન મેળવેલ બીલો,વાઉચરો, આધાર પુરાવા, ઉપલબ્ધ એમબી ટેલી સીટ, સાઇટ રિપોર્ટ, પાઇપ સપ્લાયર કંપની પાસેથી ખરાઇ દરમિયાન કામોના પ્રોગ્રેસ રિપોર્ટના આધારે ગંભીર ગેરરીતિઓ અને અનિયમિતતા જોવા મળતા નાણાકીય નુકસાન કરવામાં આવેલ છે.
બોક્સ :4
મહીસાગર જિલ્લા યુનિટ મેનેજર ગીરીશ અઘોલા દ્વારા નલ સે જલ યોજનાની કામગીરી હની તપાસ ખૂબ જ ગંભીરતાથી કરવામાં આવતા સમગ્ર કૌભાંડનો પરદા ફાસ થતા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવવા પામેલ છે.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.