આગામી 5 વર્ષમાં દિલ્હીમાં 20 લાખ યુવાનોને રોજગાર આપીશુ : સીએમ કેજરીવાલ - At This Time

આગામી 5 વર્ષમાં દિલ્હીમાં 20 લાખ યુવાનોને રોજગાર આપીશુ : સીએમ કેજરીવાલ


નવી દિલ્હી, તા. 24 જુલાઈ 2022 રવિવારદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજધાનીના વિકાસનો દાવો કર્યો છે. તેમણે આ દરમિયાન કહ્યુ છે કે તેમની આમ આદમી પાર્ટીની સરકાર આગામી 5 વર્ષમાં દિલ્હીમાં 20 લાખ યુવાનોને રોજગાર આપશે. સાથે જ તેમણે કહ્યુ કે દિલ્હીના મજનૂ કા ટીલા અને ચાંદની ચોકને ફૂડ હબ તરીકે વિકસિત કરાશે. દિલ્હીના ફૂડ હબને પણ વિસ્તૃત કરાશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે વર્તમાન સમયમાં બેરોજગારીની ગંભીર સમસ્યા છે. દિલ્હીમાં પણ ઘણા લોકો બેરોજગાર છે. છેલ્લા અમુક વર્ષમાં અમે 12-13 લાખ યુવાનોને રોજગારી અપાવી છે. આગામી 5 વર્ષ માટે અમારુ લક્ષ્ય 20 લાખ રોજગાર આપવાનુ છે.દિલ્હી ફૂડ હબ બનાવવાનુ વચનસીએમ કેજરીવાલે કહ્યુ કે દિલ્હીને ફૂડ કેપિટલ ઓફ ઈન્ડિયા માનવામાં આવે છે. સમગ્ર દુનિયાનુ દરેક પ્રકારનુ ફૂડ દિલ્હીમાં મળે છે. દિલ્હીના જેટલા પણ ફૂડ હબ છે, તેને ડેવલપ કરાશે. ક્યાંક તિબેટીયન તો ક્યાંક ચાઈનીઝ ફૂડ સારુ મળે છે. આને ડેવલપ કરવાનો અમારો પ્લાન છે. અમે આનો ફિઝિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થિત કરીશુ અને પછી ફૂડ સેફ્ટીની વ્યવસ્થા કરીશુ. જે બાદ તે ફૂડ હબની બ્રાન્ડિંગ કરાશે જેથી દેશ દુનિયામાંથી લોકો આવી શકે. ફૂડ હબના કાર્યથી રોજગાર ઉત્પન્ન થશેસીએમ કેજરીવાલે જણાવ્યુ કે અમે ફેઝ વનમાં પાયલટ બેસિસ પર બે ફૂડ હબ તૈયાર કરી રહ્યા છીએ. એ મજનૂ કા ટીલા અને ચાંદની ચોક છે. મનીષ સિસોદિયાએ આ મુદ્દે ખૂબ બેઠક કરી છે. અમે આ માટે ડિઝાઈન કોમ્પિટિશન કરાવીશુ. 6 અઠવાડિયામાં આ કામ થઈ જશે. આના અનુભવના આધારે બાકી ફૂડ હબને ડેવલપ કરાશે. આનાથી ખૂબ રોજગાર ઉત્પન્ન થવાની આશા છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.