ખર્ચ અમે ઉપાડીશું પણ ગર્ભની હત્યાની મંજૂરી નહીં આપીએ : હાઈકોર્ટ
- સહમતિથી સંબંધ બાદ રહેલા 23 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની માગ ફગાવાઈ- બાળકને જન્મ આપ પછી દત્તક લેનારાઓની અછત નથી : યુવતીને જજની ભાવુક અપીલ- બાળકને જન્મ આપીશ તો સમાજ મને ખરાબ દ્રષ્ટીએ જોશે : અપરણીત યુવતીની દલીલનવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટમાં એક અપરણીત ૨૫ વર્ષીય યુવતીએ ગર્ભપાતની છૂટ આપવાની માગણી કરી હતી. જોકે ગર્ભ ૨૩ સપ્તાહનો હોવાથી હાઇકોર્ટે અનુમતી આપવાની ના પાડી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે સહમતિથી બંધાયેલા સંબંધોમાં ગર્ભને ૨૦ સપ્તાહ થઇ ગયા હોય તો કાયદા મુજબ ગર્ભપાતની અનુમતી ન આપી શકાય. જોકે ગર્ભપાતને અનુમતી મુદ્દે પરણિત અને અપરણિત વચ્ચે ભેદ કેમ તેવો સવાલ ઉઠતા કોર્ટે સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. ૨૫ વર્ષીય યુવતીએ જણાવ્યું હતું કે મે લગ્ન નથી કર્યા, હું જે યુવક સાથે રહેતી હતી તેની સાથે સહમતીથી સંબંધ બાંધ્યો હતો. જોકે હવે આ યુવકે મારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી છે. આવી સ્થિતિમાં જો હું બાળકને જન્મ આપું તો સામાજિક રીતે પણ મારે ઘણુ સહન કરવુ પડી શકે છે. અને હું બાળકને જન્મ આપવા માટે હાલ તૈયાર પણ નથી. હાઇકોર્ટના ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્મા અને ન્યાયાધીશ સુબ્રમણ્યમ પ્રસાદની બેંચે અરજી પર વિચાર કરતા કહ્યું હતું કે અરજદાર યુવતી બાળકને જન્મ ન આપે ત્યાં સુધી તેને કોઇ સુરક્ષિત સ્થળે રાખી શકાય. બાદમાં આ બાળકને તે અન્ય લોકો માટે દત્તક લેવા માટે છોડી શકે છે. કેમ કે બાળકને દત્તક લેવા માટે પણ લાંબી લાઇનો લાગેલી છે. મુખ્ય ન્યાયાધીશે એમ પણ કહ્યું કે યુવતીની બધી જ વિગતો ગુપ્ત રાખવામાં આવશે અને તેને જે જગ્યાએ રાખવામાં આવશે તેની જાણકારી પણ કોઇને નહીં આપવામાં આવે. બાળકને જન્મ આપવો જોઇએ. સરકાર આ યુવતીની વ્યવસ્થા કરવામાં મદદ કરશે કે કોઇ હોસ્પિટલ કરશે, હું પણ આ અંગે સહયોગ કરવા તૈયાર છું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.