*વીજળી પડતાં મૃત્યુ પામેલા પશુઓના પશુપાલકોને બે લાખથી વધુની સહાય ચુકવાઈ*
*વીજળી પડતાં મૃત્યુ પામેલા પશુઓના પશુપાલકોને બે લાખથી વધુની સહાય ચુકવાઈ*
****************
અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપર જોય વાવાઝોડાએ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે તારાજી સર્જી હતી. તોફાની પવન સાથે તૂટી પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક ઠેક ઠેકાણે વૃક્ષોને ધરાશય થઈ ગયા હતા. આ ઉપરાંત અનેક જગ્યાએ મકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું. સાથે જ જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને પણ નુકસાન થયું હતું. જિલ્લામાં વરસાદમાં પશુઓ પર વીજળી પડવાથી, પવનમાં ઝાડ પડવાથી, વીજ કરંટ લાગવાથી, છતની દિવાલ પડવાથી, વરસાદી પાણીના પ્રવાહમાં તણાઇ જવાથી પશુ મૃત્યુ પામ્યા હતા.આ અગાઉ પણ પડેલા વરસાદને કારણે ખેડૂતોને નુક્શાન પહોંચ્યુ હતું. જેના પગલે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મકાન નુકસાની અને પશુમૃત્યુ અંગેનું સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. તા. ૧ જૂન થી ૧૧ જૂલાઇ ૨૦૨૩ સર્વે દરમિયાનના કુલ 10 પશુઓ મૃત્યુ પામ્યા હોવાનો રીપોર્ટ સામે આવ્યો હતો.મૃત્યુ પામેલા ૧૦ પશુઓ સામે ૨૭૬૦૦૦/-ની સહાય ચૂકવવામાં આવી છે.
********************
*કયા તાલુકામાં કેટલી સહાય ચૂકવાઇ*
તાલુકો ગામ સંખ્યા ચૂકવેલ રકમ
પ્રાંતિજ સલાલ,અંબાવાડા ૨ ૬૦૦૦૦/-
હિંમતનગર લીખી,માકડી,ચાંદરણી ૩ ૮૫૦૦૦/-
વિજયનગર ટોલડૂંગરી ૧ ૩૦૦૦૦/-
પોશીના કોટડા ૧ ૨૫૦૦૦/-
વડાલી ડભોડા ૨ ૪૬૦૦૦/-
તલોદ સબરાજીના મુવાડા ૧ ૩૦૦૦૦/- કુલ ૧૦ ૨૭૬૦૦૦/-
********************
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.