તેરવાડા મુકામે જિનાલય ની 50 મી વર્ષગાંઠ નો મહોત્સવ ઉજવાયો - At This Time

તેરવાડા મુકામે જિનાલય ની 50 મી વર્ષગાંઠ નો મહોત્સવ ઉજવાયો


તેરવાડા મુકામે જિનાલય ની 50 મી વર્ષગાંઠ નો મહોત્સવ ઉજવાયો

પ.પુ યોગતિલકસૂરીશ્વરજી માહારાજા ના શિષ્ય રત્ન પ.પૂ.હેમતિલક વિજયજી ગણી ની નીશ્રા માં મહોત્સવ નું શ્રી તેરવાડા જૈન સંઘ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું
તેરવાડા નગર મુકામે જૈન દેરાસર ની 50 મી સાલગીરા ની 51 મી ધજા નો પંચ દિવસ મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં
મહોત્સવ દરમિયાન 18 અભિષેક ભવ્ય સ્નાત્ર મહોત્સવ. ..અદભુત
અષ્ટપ્રકારી પૂજા નું સુંદર ભક્તિ સભર આયોજન કરવામાં આવ્યું
મહોત્સવ ના ચોથા દિવસે જિનાલય માં બે જોડા મહાપૂજા દિવડા ઓ પુષ્પો ફળો તેમજ મીઠાઈ ઓ ની સુંદર ગોઠવણી કરી તેમજ 550 વર્ષ પ્રાચીન મૂળનાયક શ્રી ગોडी પાશ્વનાથપ્રભુજીને સુવર્ણ વરખ ની રજવાડી આંગી અને રત્નનો મુગટ પહેરાવવામાં આવ્યો હતો મહોત્સવ ના પાંચમા દિવસે 51 મી ધજા સવારે 6 કલાકે સતર્ભેદી પૂજા સવારે 7.46 મિનિટ શુભ મુહૂર્તિ ધજા શિખર પર આરોહણ કરવામાં આવી...તેરવાડા જૈન સંઘ ખૂબ જ ઉલ્લાસ અને ઉમંગ જોવા મળ્યો હતો તેરવાડા જૈન સંઘ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

રિપોર્ટ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.