ધંધુકા તાલુકાના ખસ્તા ગામે ૮ જાન્યુઆરી એ રામાર્ચન પુજન મહાયજ્ઞ યોજાશે. - At This Time

ધંધુકા તાલુકાના ખસ્તા ગામે ૮ જાન્યુઆરી એ રામાર્ચન પુજન મહાયજ્ઞ યોજાશે.


ધંધુકા તાલુકાના ખસ્તા ગામે ગુજરાત નો સહુ થી મોટો રામાર્ચન પુજન મહાયજ્ઞ યોજાશે.

આગામી તારીખ ૮ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના ખસ્તા ગામે ૧૦૦ વીઘા જેટલી વિશાળ જગ્યા માં ગુજરાતનો સૌથી મોટો રામાર્ચન પૂજન મહાયજ્ઞ નું આયોજન શ્રી સુરજીતસિંહ વખતસિંહ ગોહિલ સદસ્ય જિલ્લા પંચાયત અમદાવાદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.રામાર્ચન એ સમગ્ર સૃષ્ટિની ઉપાસના છે બ્રહ્માંડનો દરેક કણ રામ તત્વમાં મગ્ન છે શાસ્ત્રો કહે છે. રામ સર્વત્ર છે રામ સર્વ વ્યાપી છે. તેથી શાસ્ત્રોમાં આ વિધિ ને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે એ આદિ યોગી ભગવાન શંકરે પોતે આપેલું જ્ઞાન છે. આ એક યજ્ઞનું પરિણામ હજારો અશ્વમેઘ યજ્ઞ સમાન છે.જે વ્યક્તિ આ અનુષ્ઠાનમાં ભાગ લે તેના તમામ પાપ નષ્ટ થઈ જાય છે અને તેની પરેશાનીઓ દૂર થાય છે. અને તેને શાંતિ સમૃદ્ધિ બળ અને વિશેષ આશીર્વાદ મળે છે. આ એક ધાર્મિક વિધિ છે જે ઇચ્છિત પરિણામ આપે છે. પ્રાચીન સમયમાં આ કાર્યક્રમનું આયોજન મોટા પ્રમાણ માં થતું હતું. જેમાં સમાજના તમામ વર્ગના લોકોએ ભાગ લઈ એક નવી ઉર્જા પ્રાપ્ત કરી હતી. હાલની વ્યસ્ત જીવનશૈલીએ તેના પર મોટાપાયે અસર કરી છે. જેના કારણે હવે આવા યજ્ઞોની સંખ્યા મર્યાદિત થઈ રહી છે.એમાં ગુજરાત રાજ્ય માં તો નહિવત પ્રમાણ માં આવા યજ્ઞો થાય છે .ગુજરાત રાજ્યમાં આ સહુ થી મોટો રામાર્ચન મહા યજ્ઞ છે. જેમાં હજારો ભક્તો ભાગ લેશે. પરમ આદરણીય પરમ પૂજ્ય મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી સાક્ષાત્કારી સંત શ્રી અભી રામદાસજી મહારાજ ના સાનિધ્યમાં અને એમના અધ્યક્ષતા માં આ યજ્ઞ નું આયોજન થનાર છે આ યજ્ઞમાં પરમ પૂજ્ય મહામંડલેશ્વર ૧૦૦૮ પતિતપાવનદાસજી મહારાજ અને મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી નિર્મળદાસજી મહારાજ ગંગા મૈયા આશ્રમ કાપડીયાળી સતત હાજરી આપશે તેમજ અન્ય સંતો મહંતો પણ આ યજ્ઞમાં હાજરી આપશે આ યજ્ઞના આયોજનમાં ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ના પરિવાર માંથી તેમના નાના ભાઈ શ્રી પંકજભાઈ મોદી સાહેબ પણ સતત હાજરી પર આપી અને સૌને પ્રોત્સાહિત અને ઉત્સાહિત કરશે. વિશ્વ કલ્યાણ જાહેર શાંતિ. સામાજિક સમરસતા. સૌહાર્દ સંસ્કૃતિ અને ભારતની ભવ્ય પરંપરાને આગળ વધારવા ના ઉદેશ્ય સાથે આ યજ્ઞ કરવામાં આવનાર છે. આધ્યાત્મિકતા શાંતિ. કુદરતી શોધ સૌંદર્યથી તરબોળ છે. અને તેના સામુહિક કેન્દ્ર તરીકે વિશ્વમંચ ઉપર તેની સુંદર છબી ફેલાવી રહ્યું છે. આ કાર્યક્રમ ના ભવ્ય આયોજન માટે સંતો ના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવેલ છે.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.