ધંધુકામાં ઈસ્કોનનો નૂતનવર્ષ સ્નેહ મિલન સત્સંગ કાર્યક્રમ વિશાળ સંખ્યામાં સંપન્ન થયો
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ઈસ્કોનનો નૂતનવર્ષ સ્નેહ મિલન સત્સંગ કાર્યક્રમ વિશાળ સંખ્યામાં સંપન્ન થયો
ઈસ્કોન મંદિર (વરાછા-સુરત)ના અધ્યક્ષ શ્રીમાન શ્રી મૂર્તિમાન પ્રભુજીનું કથામાં પ્રેરક પ્રવચન : દુર્ગુણો ત્યજો સદગુણો અપનાવો:શીવજીના જીવનના દ્રષ્ટાંત આપ્યા.
અમદાવાદ જિલ્લાના ધંધુકા એ.પી.એમ.સી સભા ખંડ ખાતે શ્રી રાધા શ્યામ મંદિર ઈસ્કોન વરાછા (સુરત) પ્રેરીત શ્રી હરેકૃષ્ણ સત્સંગ કેન્દ્ર,ઈસ્કોન ધંધુકા નૂતન વર્ષ સ્નેહ મિલન સત્સંગ કાર્યક્રમ સફળતા પૂર્વક યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ પ્રસંગે શ્રીમાન શ્રી મૂર્તિમાન પ્રભુજી અધ્યક્ષશ્રી ઈસ્કોન મંદિર વરાછા(સુરત) ધ્વારા નૂતનવર્ષ સ્નેહ મિલન સત્સંગમાં પ્રેરક કથા પ્રવચન કરવામાં આવ્યું હતુ. તેઓ એ નવા વર્ષમાં નેગેટીવ વિચાર ભૂલી પોઝીટીવ વિચારો રાખવા પર ભાર મૂકયો હતો ઉપરાંત દુર્ગુણો ત્યજી સદગુણો અપનાવવા ભગવાન શીવના જીવનના દ્રષ્ટાંત આપી શીવજી જેવુ જીવન જીવવા શીખ આપી હતી. શ્રી હાલુભા ચુડાસમા અક્ષર ચેરીટેબલ ટ્રસ્ટ ધંધુકા પરિવાર અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત આગેવાનો,સત્સંગીભાઈઓ,બહેનો એ વિશાળ સંખ્યામાં હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
નૂતનવર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ પ્રસંગે કથાકાર અને શ્રીમાન શ્રી મૂર્તિમાન પ્રભુજી અધ્યક્ષ ઈસ્કોન મંદિર વરાછા (સુરત)નું સૌ સત્સંગીઓ એ સ્વાગત કર્યું હતુ અને આર્શીવાદ મેળવ્યા હતા.ધંધુકા હરેકૃષ્ણ સેવા સમિતિના દાસ દાસાનુદાસ નાથ બલભદ્રદાસ ધ્વારા કથાકાર ઉપરાંત તમામ સત્સંગીઓની વિશાળ સંખ્યાનો આભાર વ્યક્ત કર્યો હતો અને તમામ ને અત્રેના સત્સંગ કેન્દ્રનો નિયમિત લાભ લેવા અપીલ કરી હતી.
ઠાકોરજીને ધરાવેલ મિસ્ટાન પ્રસાદનો સૌ સત્સંગીઓ એ લાભ લઈ નૂતનવર્ષ સ્નેહ મિલન અને કથાનો લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરી હતી.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.