શ્રી શિવમ વિદ્યાલય ના વિદ્યાર્થી તેમજ સ્ટાફ ગણ દ્વારા સરદાર પટેલની પુણ્યતિથિ નિમિતે સ્મરણાંજલિ કાર્યક્રમ
શ્રી શિવમ વિદ્યાલય ના વિદ્યાર્થી તેમજ સ્ટાફ ગણ દ્વારા સરદાર પટેલની પુણ્યતિથિ નિમિતે સ્મરણાંજલિ કાર્યક્રમ
ભારતની એકતા-અખંડિતતાના શિલ્પી, ગુજરાતના પનોતા પુત્ર 'લોહપુરૂષ' ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની આજે જસદણની શ્રી શિવમ વિદ્યાલય ના વિધાર્થીઓ તેમજ સ્ટાફ ગણ દ્વારા પુણ્યતિથિ નિમિત્તે સ્મરણાજંલિ અર્પણ કરી હતી તેમજ શાળા સંચાલક હિતેશ ભાઇ રામાણી દ્વારા વિદ્યાર્થીઓ ને સરદાર વલ્લભભાઈ પટેલ ની જીવન ગાથા વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી
દેશની સ્વધીનતાની લડતમાં બારડોલીની ઐતિહાસિક લડાઈમાં નાયક તરીકેનું સુકાન સંભાળવાથી માંડીને, આઝાદી પછી સંકટનાં સમયે આંતરિક સંઘર્ષની ચરમસીમા વચ્ચે અનેક રજવાડાંઓમાં વિભાજીત આપણા ભારત દેશને પોતાના કૌશલ્ય અને દૃઢ શક્તિ વડે અખંડ રાષ્ટ્ર સ્વરૂપ માટે આપવાના અતુલ્ય યોગદાન માટે સૌ દેશવાસીઓ અહોભાવ સાથે સદૈવ તેમનું રૂણી રહેશે.
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.