રાજકોટમાં વૈશ્વિક ઓડિટ તાલીમ કેન્દ્રનું લોકાર્પણ હોસ્ટેલ બિલ્ડીંગનું કામ પ્રગતિ હેઠળ રાજકોટની એ.જી.ઓફિસ કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય ઓડિટ તાલીમ કેન્દ્રનું ઉદઘાટન કરતા કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલશ્રી ગિરીશચન્દ્ર મુર્મુ - At This Time

રાજકોટમાં વૈશ્વિક ઓડિટ તાલીમ કેન્દ્રનું લોકાર્પણ હોસ્ટેલ બિલ્ડીંગનું કામ પ્રગતિ હેઠળ રાજકોટની એ.જી.ઓફિસ કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય ઓડિટ તાલીમ કેન્દ્રનું ઉદઘાટન કરતા કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલશ્રી ગિરીશચન્દ્ર મુર્મુ


રાજકોટમાં વૈશ્વિક ઓડિટ તાલીમ કેન્દ્રનું લોકાર્પણ હોસ્ટેલ બિલ્ડીંગનું કામ પ્રગતિ હેઠળ - રાજકોટની એ.જી.ઓફિસ કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય ઓડિટ તાલીમ કેન્દ્રનું ઉદઘાટન કરતા કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલશ્રી ગિરીશચન્દ્ર મુર્મુ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજકોટમાં નવનિર્મિત તાલીમ કેન્દ્રની મુલાકાત લેતા CAG શ્રી મુર્મુ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજકોટ તા. ૧૮ જૂલાઇ દેશના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ(સી.એ.જી.) શ્રી ગિરીશચન્દ્ર મુર્મુએ રાજકોટની એ.જી.ઓફિસ કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય તાલીમ કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું. તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે
આ નવનિર્મિત તાલીમ કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ તકે પી.પી.ટી.ના માધ્યમથી આ વૈશ્વિક તાલીમ કેન્દ્રની માહિતી રજૂ થઈ હતી.
આ તકે સી.એ.જી.એ કહ્યું હતું કે, રાજકોટ જેવા મુખ્ય શહેરમાં આવેલી રાજયની એકાઉન્ટન્ટ જનરલ ઓફિસ ખૂબ મહત્વની સંસ્થા છે. આ સંસ્થાની વડી કચેરી ગાંધીનગર સ્થળાંતરિત થશે. તથા રાજકોટમાં પ્રાદેશિક કક્ષાની કચેરી કાર્યરત રહેશે. ત્યારે આગામી સમયમાં સ્થાનિક સરકારના વિવિધ વિભાગોની પણ ઉચ્ચસ્તરીય તાલીમનું આયોજન થઈ શકે તે માટે રાજકોટમાં ખાસ આઈ.સી.એલ.જી. અંતર્ગત ઇન્ટરનેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થા બનાવવામાં આવી છે. આ તાલીમ કેન્દ્રમાં આંતરરાષ્ટ્રીય તાલીમનું આયોજન કરવામાં આવશે. અહિથી વૈશ્વિક કક્ષાની તાલીમ પામીને પ્રેક્ટિસનરો રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાને શ્રેષ્ઠ ઓડિટર તરીકેની સેવા આપી શકશે

સી.એ.જી.એ વધુમાં કહયુ હતું કે, આ તાલીમ કેન્દ્ર વિવિધ દેશોમાં થઇ રહેલી સરકારી સંસ્થાઓની વિભિન્ન ઓડિટનો પદ્ધતિસરનો આધુનિક અભ્યાસ કરાવવાનો તથા તેના આદાન-પ્રદાન થકી કાર્ય પ્રણાલિમાં ગુણવત્તાયુક્ત ફેરફાર કરવામાં આ ઇન્સ્ટિટયૂટ મહત્વનું યોગદાન આપશે.

શ્રી મૂર્મૂએ કહયુ હતું કે, આંતરરાષ્ટ્રીય કક્ષાના આ તાલીમ કેન્દ્રમાં રાજ્ય સરકારનો પંચાયતી વિભાગ, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ વગેરે માટે સ્પેશ્યિલ કેપેસિટી બિલ્ડીંગ માટેની તાલીમોના આયોજન કરવામાં આવશે. સમગ્ર દેશમાં આઈ.સી.એલ. જી. દ્વારા નોઇડા ખાતે કાર્યરત આઇ.ટી ઓડિટ તથા રાજસ્થાન ખાતેની એન્વાયર્નમેન્ટલ ઓડિટ જેવી સંસ્થાઓ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમોના આયોજન કરવામાં આવે છે, ત્યારે ગુજરાતમાં હયાત કોર્પોરેટ અને પંચાયતી રાજનું વિશિષ્ટ માળખાને વધુ સુદ્રઢ બનાવી તેની ક્ષમતાનો તાલીમ દ્વારા વધુ વિકાસ થાય તે માટે રાજકોટ ખાતે ઇન્ટર ઇન્ટરનેશનલ સેન્ટર ફોર લોકલ ગવર્નન્સ ઇન્સ્ટિટયૂટ બનાવવામાં આવી છે. તેમ શ્રી મૂર્મુએ જણાવ્યું હતું.
સી.એ.જી.શ્રી મૂર્મૂએ હિસાબલક્ષી સંપૂર્ણ કામગીરીનું નિરીક્ષણ કરી એ.જી. ઓફિસ રાજકોટના અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી. પ્રગતિ હેઠળના હોસ્ટેલ બિલ્ડીંગ સાઇટની મુલાકાત દરમિયાન સી.એ.જી.શ્રી મુર્મુએ તાલીમ કેન્દ્રનાં ઓડિટોરિયમ, કોન્ફરન્સ હોલ, ફેકલ્ટી કવાર્ટર્સ, ગ્રિન એરિયા, ડ્રીપ ઇરીગેશન, પાર્કિગ એરિયા, ડ્રેનેજ એરિયા, એકાઉન્ટ બિલ્ડિંગ રીનોવેટ કરવા, કોપર ઇલેકટ્રિક વાયરીંગ કરવા સહિતના જરૂરી સુચનો અધિકારીઓને કર્યા હતા.
આ તકે ઓડિટ એડવાઈઝરી બોર્ડના સભ્ય શ્રી આર. એલ. બિશ્નોઈ અને શ્રી વિજ્યાનંદ, ગુજરાતના અર્બન ડેવલપમેન્ટના સેક્રેટરીશ્રી અશ્વિનીકુમાર, પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ(ઓડિટ) શ્રી દિનેશ પાટીલ, અમદાવાદના પ્રધાન મહાલેખાકારશ્રી સૌરભ જેપુરીયાળ, વરિષ્ઠ ઉપમહા લેખાકારશ્રી વિનસ ચૌધરી, સિનિયર ઓડિટ ઓફિસરશ્રી અનિલ સાહુ, કલેક્ટર શ્રી પ્રભવ જોશી, પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા,
જિલ્લા વિકાસ અધિકારી ડો.નવનાથ ગવ્હાણે, પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સહિત રાજકોટ એ.જી.ઓફિસના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્થાની આછેરી ઝલક.....
આંતરરાષ્ટ્રીય સ્થાનિક શાસન ઓડિટ કેન્દ્ર (iCAL), ભારતીય ઉચ્ચ ઓડિટ સંસ્થા (SAI India)ની એક અગ્રણી પહેલ છે, જે સ્થાનિક સરકારના ઓડિટરની ઓડિટ ક્ષમતા અને આત્મનિર્ભરતા વધારવા, વધુ સારા નાણાકીય પ્રદર્શનનું મૂલ્યાંકન, સેવા પ્રદર્શન અને આંકડા રજૂકરણને પ્રોત્સાહન આપવામાં એક મહત્વપૂર્ણ માર્ગસૂચક બન્યું છે.
રાજકોટ, જે તેના સમૃદ્ધ વારસા અને ઝડપી વિકાસ માટે જાણીતું છે ત્યારે સ્થાનિક સરકાર ઓડિટ કેન્દ્ર (iCAL) માટે આ આદર્શ સ્થાન છે. આ શહેર, જ્યાં મહાત્મા ગાંધીએ તેમના સક્રિય ઘડતરના વર્ષો વિતાવ્યા, માર્ચ 2021 સુધી ભારતનું 6મું સૌથી સ્વચ્છ શહેર અને દુનિયાનું 7મું સૌથી ઝડપથી વિકસતું શહેર છે. iCALએ ભારત અને સમગ્ર વિશ્વમાં સ્થાનિક સરકારોના નીતિ નિર્માતાઓ, પ્રશાસકો અને ઓડિટરોને એકત્રિત કરવા માટેના એક સહયોગી મંચની કલ્પના કરે છે. કેન્દ્રનો ઉદ્દેશ્ય સ્થાનિક સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકારી અધિકારીઓ સાથે સાથે SAI અને સબઓર્ડિનેટ ઓડિટ સંસ્થાઓના સ્થાનિક શાસન ઓડિટરની ક્ષમતા બાંધવાનો છે.
iCALનો પ્રાથમિક ઉદ્દેશ્ય સ્થાનિક સરકારના ઓડિટ માટે માપદંડોનો વિકાસ અને તેમને વધુ મજબૂત બનાવવા, ડેટા સંગ્રહ અને રિપોર્ટિંગને મજબૂત બનાવવા, અને વ્યાપક તાલીમ કાર્યક્રમો અને નેતૃત્વ વિકાસ પહેલોના માધ્યમથી ઓડિટર, કાર્યકારી અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સશક્ત બનાવવાનો છે. iCALની સ્થાપના મૂળ સાથેની સંલગ્નતા અને નાગરિક માલિકી તથા જવાબદારીને પ્રોત્સાહન આપીને સ્થાનિક સરકારોની મહત્વની ભૂમિકાને રેખાંકિત કરે છે જે સ્થાયી વિકાસ લક્ષ્યાંકો (SDG) પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
1. iCALLએ જવાબદારી અને શાસનમાં સુધારણા કરીને સ્થાનિક સરકારોમાં નીતિ નિર્માતાઓ, પ્રશાસકો અને ઓડિટરો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપે છે. તેનો ઉદ્દેશ્ય સ્થાનિક સરકારના ઓડિટરોને તકનીકી માર્ગદર્શન અને સહાય પ્રદાન કરીને નાણાકીય પ્રદર્શન મૂલ્યાંકન અને સેવા વિતરણમાં સુધારો કરવાનો છે.
2. iCALએ સ્થાનિક સરકારોને સ્થાયી વિકાસ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં, સામુદાયિક જોડાણને પ્રોત્સાહન આપવામાં અને કલાઈમેટ ચેન્જ અને બ્લ્યુ ઇકોનોમી જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં મદદ કરશે, કારણ કે તેઓ સ્થાનિક સ્તરે અસરકારક નીતિ અમલીકરણ અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
3. iCALનો ઉદ્દેશ્ય કાર્યશાળાઓ અને સમકક્ષ આદાન-પ્રદાન દ્વારા ઉચ્ચ ઓડિટ સંસ્થાઓ વચ્ચે કાર્યોને વહેંચી સહયોગને પ્રોત્સાહન આપીને સ્થાનિક શાસનને મજબૂત બનાવવાનો છે, જે સ્થાનિક સરકાર સ્તરે પારદર્શિતા, જવાબદારી અને અસરકારક ઓડિટ માપદંડોને પ્રોત્સાહન આપે છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.