ગાંજાના કટીંગ વેળાએ જ એસઓજી ત્રાટકી:39 કિલોના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા - At This Time

ગાંજાના કટીંગ વેળાએ જ એસઓજી ત્રાટકી:39 કિલોના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા


રાજકોટમાં રણુંજા મંદિરની પાછળ આવેલ જય સોમનાથ સોસાયટીમાં એસોજીની ટીમે દરોડો પાડી ત્રણ શખ્સોને 39.500 કિલો ગાંજાના સાથે દબોચી લઈ રૂ.4.17 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સોમનાથ સોસાયટીમાં રહેતાં વજેનાથ ગોસ્વામીને રાજસ્થાની બાબુ બીશ્નોઈ ગાંજો સપ્લાય કરવાં આવ્યો હતો અને ત્યાંથી કટિંગ કરી આસુ નામનો શખ્સ લેવાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
દરોડાની વિગત મુજબ, રાજકોટ શહેર એસઓજી પીઆઈ જે.એમ.કૈલાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલા અને વિરદેવસિંહ જાડેજાને રણુંજા મંદિરની પાછળ આવેલ જય સોમનાથ સોસાયટી-1 માં રહેતાં વજેનાથ ગોસ્વામીના મકાનમાં માદક પદાર્થના જથ્થાનું કટિંગ થઈ રહ્યાની બાતમી મળતા સ્ટાફે દરોડો પાડી ત્યાં હાજર મકાન માલિક વજેનાથ ગોસ્વામી, બાબુ બીશ્નોઈ (રહે. રાજસ્થાન) અને આસુ (રહે. રાજકોટ) નામના શખ્સને ઝળપી લઈ મકાનમાંથી 39.500 કિલો ગાંજો કબ્જે કરી મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ.4.17 લાખનો મુદામલ જપ્ત કરી આરોપીની પૂછતાછ હાથ ધરી હતી.
વધુ પૂછતાછમાં વજેનાથ ગોસ્વામીએ રાજસ્થાની બાબુ બીશ્નોઈ પાસે ગાંજો મંગાવતા તે રાતે રાજકોટ ગાંજો લઈ આવ્યો હતો અને વ્હેલી સવારે મકાનમાં ગાંજો વજેનાથને આપ્યો હતો અને તે ગાંજો ત્યાં બાજુમાં જ રહેતો આસુ લેવા આવ્યો હતો અને તે ગાંજો લઈ શહેરમાં સપ્લાય કરે તે પહેલાં જ એસોજીને મોટી સફળતા મળી હતી અને ત્રણેય શખાઓને દબોચી કાર્યવાહી કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.