ગારીયાધાર તાલુકાનાં ડમરાળા ગામે ગટરના પાણીનો નિકાલ ડેમમાં કરાતા ઝેરી જીવજંતુઓ બાથરૂમમાં આવી ચડતા લોકોમાં ફફડાટ - At This Time

ગારીયાધાર તાલુકાનાં ડમરાળા ગામે ગટરના પાણીનો નિકાલ ડેમમાં કરાતા ઝેરી જીવજંતુઓ બાથરૂમમાં આવી ચડતા લોકોમાં ફફડાટ


ગારીયાધાર તાલુકાનાં ડમરાળા ગામે ગટરનું પાણી સિધુ ડેમમાં નિકાલ કરતા લોકોનાં ઘરે બાથરૂમમાં ઝેરી જીવજંતુઓ આવી રહ્યા હોવાથી લોકોમાં ભયનો માહોલ

ડમરાળા ગામમાં આશરે ૩૫૦૦ જેટલી વસ્તી આવેલી છે અને ગામમાં ૭૦થી૮૦% ગટર લાઇન નખાઇ ગયેલ હોય પરંતુ આ ગટર લાઇનનુ પાણી સિધુ ડેમમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે જેથી આ ડેમમાંથી ઝેરી જીવજંતુઓ ગટર લાઇનમાં થઈ લોકોનાં ઘરે બાથરૂમમાં આવી ચડતા લોકોમાં ભયનો માહોલ

આ ગટર લાઇનનુ પાણી સિધુ ડેમમાં નિકાલ કરવાથી ડેમનુ પાણી પણ બગડી રહ્યું હોય અને અતિ દુર્ઘટ મારતા પશુઓને પીવા લાયક ન રહેતા ઉપરાંત આ ગટર લાઇનથી ઝેરી જીવજંતુઓ બાથરૂમમાં આવી ચડતા હોય છે

ત્યારે આ ગટર લાઇનનું ગંદુપાણી છોડવા માટે સંપ ભુગર્ભ ટાકો બનાવવો ખુબ જ જરૂરી હોય ત્યારે આ ઝેરી જીવજંતુના કારણે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે પહેલાં આ ગંભીર પ્રશ્ન બાબતે વહેલી તકે નિર્ણય લઇ તાત્કાલિક સંપ ભુગર્ભ ટાકો બનાવી આપવામાં આવે તેવી ગામ લોકોની માંગણી

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.