રાજુલાના ભચાદર ગામની શાળા અતિ જર્જરિત જોખમી સ્થિતિ વચ્ચે વિધાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે શિક્ષણ પ્રધાન સુધી રજૂઆતો કરાય છતાં હજુ નવી શાળાની મંજુર નહિ
રાજુલાના ભચાદર ગામની શાળા અતિ જર્જરિત જોખમી સ્થિતિ વચ્ચે વિધાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે શિક્ષણ પ્રધાન સુધી રજૂઆતો કરાય છતાં હજુ નવી શાળાની મંજુર નહિ
શાળા જોખમી હોવાને કારણે વ્યકલ્પીક વ્યવસ્થા અને નવી શાળા આપવા માટે ગ્રામજનીની રજુઆત
રાજ્યની સરકાર શિક્ષણ માટે મસમોટા દાવાઓ કરી ઓરડા શાળાઓ બનાવી કરોડોના ખર્ચ કરવામાં આવી રહ્યા હોવાનો વાંરવાર શિક્ષણ પ્રધાન દાવો કરી રહ્યા છે તેમ છતાં હજુ છેવાડાની શાળાઓની હાલત અત્યંત સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના નાનકડા એવા ભચાદર ગામની પ્રાથમિક શાળામાં ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે ગ્રામજનો સરપંચો વિધાર્થીઓ દ્વારા જિલ્લા શિક્ષણાઅધિકારી અને રાજય સરકાર સુધી રજૂઆતો કરવામાં આવી છે ગ્રામજનો વાલીઓમાં ચિંતા સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે અહીં વિધાર્થીઓ જોખમી શાળામાં અભ્યાસ કરવા જય રહ્યા છે જેના કારણે રાજય સરકાર ભચાદર ગામને નવી શાળા તાત્કાલિક આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે હાલ ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે અહીં ચોમાસામાં પાણી પણ પડી રહ્યું છે ગામડા પણ પડી રહ્યા છે ત્યારે રાજય સરકાર તાત્કાલિક શાળા આપે તેવી માંગ ઉઠાવવામાં આવી રહી છે. શાળા અતિ જર્જરિત હોવાને કારણે ગામના સરપંચ દ્વારા શિક્ષણ વિભાગમાં રાજય સરકારના શિક્ષણ પ્રધાન સુધી રૂબરૂ રજૂઆતો કરવામાં આવી છે આ શાળાની હાલત 6 માસ કરતા વધુ સમયથી આ સ્થિતિ છે સરપંચ સહિત ગ્રામજનો કહી રહ્યા છે અહીં રાજકોટ અથવા તક્ષીલા જેવી ઘટના બની શકે છે ઉપરાંત શિક્ષણ વિભાગએ અન્ય ગામમાં શાળાને હાલ પૂરતી ટ્રાન્ફર કરવાની વાત કરવામા આવી રહી છે પરંતુ દૂર થવાના કારણે ગ્રામજનો વિધાર્થીઓ તૈયાર નથી.નવી શાળા માટે રાજ્ય સરકારમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે ભચાદર ગામને સરકાર તાત્કાલિક નવી શાળા આપે તેવી ઉગ્ર માંગ ઉઠાવી રહ્યા છે.બીજી તરફ હાલમાં શાળામાં વેકેશન શરૂ થતા જ વિધાર્થીઓ ફરી જોખમી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે તે રાજ્યની સરકાર અને શિક્ષણ વિભાગએ નવી શાળા તરફ વિચારવાની જરૂરિયાત ઉભી થઇ છે.
ભચાદર ગામના સરપંચ તખુભાઈ ધાખડાએ કહ્યું રજુઆત તાલુકા જિલ્લામાં અને રાજય સરકારના શિક્ષણ પ્રધાન સુધી રજૂઆતો કરી છે માત્ર પાડવા માટેની મંજૂરી આપી છે અત્યારે હાલમાં વિધાર્થીઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી શિક્ષણ અધિકારીઓ કહે છે વિદ્યાર્થીઓને બાજુના ગામમા ટ્રાન્ફર કરો અથવા બીજા મકાનમાં કરો અમારી પાસે એવી કોઈ જગ્યા નથી શાળામાં ભયંકર હાલત છે હાલમાં રાજકોટ તક્ષિલા જેવી હાલત થશે ચાલુમાં પોપડા પડે છે છોકરાવને વાગે છે પણ જો કાય થશે તો રાજકોટ જેવી હાલત થશે જવાબદારી કોની ?
રાજુલા તાલુકા શિક્ષણાઅધિકારી હીનાબેન ચાઉંએ કહ્યું ભચાદર ગામમાં જર્જરિત શાળા હોય તેને પાડવા માટેની પ્રક્રિયા હાથ ધરવાની છે તારીખ 12/07/23ના રોજ રાજય સરકારમાં 6 રૂમની દરખાસ્ત મૂકી દીધી છે આગળ ટેન્ડર પ્રક્રિયા થશે ત્યારે ભચાદરને પ્રાઈવોરેટીમાં લેવા માટેની પણ દરખાસ્ત કરી છે. અને હાલ અન્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી સરપંચ અને આચાર્ય સાથે સર્ચા કરી છે ગામના ગ્રામ પંચાયત છે તેમા 3 રૂમ છે તેમા શાળા ચલાવવા માટેની વાત છે.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.