“માનવતા હજી મરી નથી જગત જીવવા જેવું” સાવરકુંડલા માનવ મંદિર માં આશ્રિત “અનામી” નો પુરા અદબ થી દાહ સંસ્કાર
"માનવતા હજી મરી નથી જગત જીવવા જેવું" સાવરકુંડલા માનવ મંદિર માં આશ્રિત "અનામી" નો પુરા અદબ થી દાહ સંસ્કાર
સાવરકુંડલા માનવ મંદિર આશ્રમમાં ૨૪/૦૪/૧૯ ના રોજ મીતીયાળાના જંગલમાંથી પીએસઆઇ ડોડીયા મેડમ એક મનોરોગી મહિલા ને સાવરકુંડલા માનવ મંદિરે દાખલ કરેલી કઈ ભાષા બોલે છે એ છેક સુધી સમજાયું નહિ અને એનું નામ રાખવામાં આવ્યું હતું અનામી.. સૌ કોઈ તેને અનામી ના નામથી બોલાવતા છેલ્લા એક માસથી તે ભયંકર મહા રોગ કેન્સર થી પીડાતી હતી સારવાર માટે સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કેન્સરની ગાંઠ એવી જગ્યાએ હતી કે તેનું ઓપરેશન શક્ય નહોતું ખૂબ જ વીઆઈપી અને મહેનતથી ડોક્ટર પ્રકાશભાઈ એ તેની સારવાર કરવામાં આવી પરંતુ સફળતા ન મળતા આખરે ગત રાત્રે તારીખ ૭ જુલાઈ ૨૦૨૩ ને ૧૦-૩૦ કલાકે માનવ મંદિર ખાતે અંતિમ શ્વાસ લીધો માનવ મંદિરે 52 જેટલી મનોરોગી બહેનો ભક્તિ બાપુ ની નિશ્રામાં પુનઃ જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે એ તમામ બહેનોએ અનામીના પાર્થિવ દેશને વંદન કરી અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી આજે સવારે ૧૦-૦૦ કલાકે વીર દાદા જસરાજ સેનાના શાંતિરથમાં સાવરકુંડલા હાથસણી રોડ સ્મશાન ખાતે માનવ મંદિર માં જેમની સેવા નોંધપાત્ર છે અને એવી કાના તળાવની મનાલી વોરા ના હસ્તે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો અનામીના અંતિમ સંસ્કાર માં માનવ મંદિરના આજીવન સમર્પિત સેવક ઇલાબેન કુબાવત બાપુના શિષ્ય મનિષા દીદી ભક્તિ બાપુ ના મોટાભાઈ ધીનુ બાપુ કાના તળાવ થી જીતુભાઈ વોરા ભક્તિ બાપુ ના ડ્રાઇવર શિવનાથ પાસવાન સાવરકુંડલાના બળવંત મહેતા અને પત્રકાર સૂર્યકાંત ચૌહાણ તેમજ વિશાળ સંખ્યામાં સેવક સમુદાયે અંતિમ હનુમાન ચાલીસા કરી સદગતના આત્માને શાંતિ માટે પાઠ કર્યા હતા દેશ કાળ ભાષા સંસ્કૃતિ ના કશા ભેદ વગર સૌથી મોટો માનવ ધર્મ માનવતા હજી મરી નથી જગત જીવવા જેવું છે ને ?
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.