વિસાવદર કોર્ટ રોડ ઉપરથી રાજ્યધોરી માર્ગ પસાર થવાનો હોય તે રીતે ઓફિસો ધરાવતા લોકોને પ્રાંતની ઝેરોક્ષ સહીઓ વાળી નોટિસો - At This Time

વિસાવદર કોર્ટ રોડ ઉપરથી રાજ્યધોરી માર્ગ પસાર થવાનો હોય તે રીતે ઓફિસો ધરાવતા લોકોને પ્રાંતની ઝેરોક્ષ સહીઓ વાળી નોટિસો


વિસાવદર કોર્ટ રોડ ઉપરથી રાજ્યધોરી માર્ગ પસાર થવાનો હોય તે રીતે ઓફિસો ધરાવતા લોકોને પ્રાંતની ઝેરોક્ષ સહીઓ વાળી નોટિસો

નોટીસમાં કોણે કેટલું અને ક્યારે દબાણ કરેલ છે તેવી કોઈ ઉલ્લેખ નથવિસાવદરતા.વિસાવદર શહેરમાં મોટા પાયે દબાણ ખુલ્લું કરાવવાની વાતો વચ્ચે આજરોજ નગર પાલિકાના કર્મચારીઓ દ્વારા પ્રાંત અધિકારીની ઝેરોક્ષ સહી વાળી નોટિસો ગામલોકોને અપાયેલ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે નોટિસમાં પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ વિસાવદરના કોર્ટ રોડ ઉપરથી રાજ્ય ધોરી માર્ગ પસાર થઈ રહેલનો ઉલ્લેખ કરવામાં આવેલ છે અને આ અંગે સરકારે કોઈ અધિકૃત જાહેરનામું બહાર પાડેલ હોય તેવી કોઈ હકીકતો ધ્યાનમાં આવેલ નથી નોટિસ આપવા આવનાર વ્યક્તિને પૂછતાં પ્રાંત અધિકારીએકોઈ જાહેરનામું બહાર પાડેલ હોય તો તેઓને ખબર નથી અને નગરપાલિકામાં આ અંગેનો કોઈ હુકમ આવેલ નથી ત્યારે એક જ જાવક નબરથી અમુક ચોક્કસ વ્યક્તિઓને ટાર્ગેટ બનાવાઈ રહિયા છે ત્યારે વિસાવદરમાં કોઈ દિવસ પેશકદમી દૂર થઈ નથી અને કોઈ અધિકારી દ્વારા પેશકદમી દૂર કરાવેલ નથી ત્યારે નોટીસની અમલવારી કરાવવા કોઈ અધિકારી સક્ષમ છે..?તેવો સવાલ ઉભો થયેલ છે. ત્યારે ગામલોકો તથા ઓફીસ એરિયામાં તમામ લોકો મોટા માથાઓની પેશકદમી દૂર થાય તો પોતે પણ તમામ ઓટા કે પગથીયા દૂર કરવા તૈયાર હોવાનું જાણવા મળેલ છે.વિસાવદર પ્રાંત અધિકારી ની ઝેરોક્ષ સહી વાળી એક જ નંબર તારીખની નોટિસો સમગ્ર ગામલોકોને આપવામાં આવેલ છે ત્યારે આવી નોટિસોમાં વિસાવદર જુનાગઢ રાજ્ય ધોરી માર્ગનો ઉલ્લેખ કરાયો છે ત્યારે વિસાવદરમાં ક્યાંથી ક્યાં રાજ્ય ધોરી માર્ગ પસાર થવાનો છે તેનો કોઈ ઉલ્લેખ નથી આ ઉપરાંત કોણે અને ક્યારે કેટલી જગ્યામાં કેવીરીતે પેશકદમી કરી શુ ઉપયોગ કરે છે તેવો કોઈ ઉલ્લેખ નથી તમામ લોકોને રેંકડી,કેબીન,પેશકદમી,ઓટા વિગેરે કોમન શબ્દો લખી નોટિસો આપતા હાઇકોર્ટ સુધી આ વિવાદ પહોંચશેવિસાવદરમાં જૂનું પોલીસ સ્ટેશન તથા જેલ વાળી જગ્યા પાડવા માટે જૂનાગઢના કલેકટરે હુકમ કરેલ છે અને પ્રાંત અધિકારીએ આ કાર્યવાહી કરવા ૧૩ વર્ષ પહેલાં હુકમ થયેલ છે ત્યારે અતિ જર્જરિત બિલ્ડીંગ પાડવા માટે આર.એન્ડ બી.ના અધિકારીઓ પણ પગલાં લેતા નથી જિલ્લાના ડિસ્ટ્રીકટ જજ સાહેબે પણ ૧૩ વર્ષથી પત્ર વ્યવહાર કરેલો હોવા છતાં પ્રાંત અધિકારીએ કાઈ કરેલ નથી ત્યારે સરકારી અધિકારીના હુકમનું પાલન નહીં કરનાર સામે પણ ફોજદારી ધારા મુજબ કાર્યવાહી થઈ શકે તેમ છે

રિપોર્ટ હરેશમહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.