“ગરવી ગુજરાત” થીમ સાથે ઠાકરીયા પ્રા. શાળા ખાતે સી.આર.સી. ધામણોદનો ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો
શહેરા
જી. સી. ઇ. આર. ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ દ્વારા પ્રેરિત સી.આર.સી.ધામણોદના ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવનું આયોજન ઠાકરીયા પ્રા.શાળા ખાતે કરવામાં આવ્યું. કલા ઉત્સવ-2024 ની થીમ ગરવી ગુજરાત આધારિત ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન અને સંગીત વાદન એમ ચાર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. વિધાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય, સંગીત તેમજ વાદ્ય કૌશલ્ય જેવા વિવિધ કૌશલ્યના વિકાસ અર્થે વિધાર્થીઓમાં રહેલી વિવિધ કલાઓ અને પ્રતિભાને પ્રોત્સાહન મળે તે હેતુથી કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવમાં કુલ 6 શાળામાંથી 24 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કલા ઉત્સવની આ ચાર સ્પર્ધામાં પ્રથમ વિજેતાને ટ્રોફી,મેડલ,પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.ચાર સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ.300/-, દ્વિતીય વિજેતાને રૂ.200/- અને તૃત્તિય વિજેતાને રૂ.100/- સી.આર.સી.કો.દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ વિધાર્થીઓને શૈક્ષણિક કીટમાં રબર, સંચો, પેન્સિલ, ફુટપટ્ટી અને ચોપડાઓ આપવામાં આવ્યા હતા. યજમાન શાળાના આચાર્ય ચંદનભાઈ તરફથી તમામ સ્પર્ધકોને બોલપેન આપવામાં આવી હતી. સી.આર.સી.કો.ઓર્ડીનેટર ધામણોદ જયપાલસિંહ બારીઆએ કલા ઉત્સવમાં ભાગ લીધેલ તમામ બાળકોની પ્રતિભાઓને પ્રોત્સાહિત કરી ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
રીપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.