વાયનાડમાં ભૂસ્ખલન, 4 દિવસ બાદ 4 આદિવાસી બાળકોને બચાવાયાં:ગુફામાં ફસાયેલાં હતાં; રેસ્ક્યૂ ટીમે હાથથી પાણી પીવડાવ્યું, શરીર સાથે બાંધીને પહાડ પરથી નીચે ઉતાર્યા - At This Time

વાયનાડમાં ભૂસ્ખલન, 4 દિવસ બાદ 4 આદિવાસી બાળકોને બચાવાયાં:ગુફામાં ફસાયેલાં હતાં; રેસ્ક્યૂ ટીમે હાથથી પાણી પીવડાવ્યું, શરીર સાથે બાંધીને પહાડ પરથી નીચે ઉતાર્યા


વાયનાડ ભૂસ્ખલનના ચોથા દિવસે શુક્રવારે એક સારા સમાચાર આવ્યા. વન અધિકારીઓએ 8 કલાકના ઓપરેશનમાં 4 બાળક સહિત 6 લોકોને દૂરના આદિવાસી વિસ્તારમાંથી બચાવ્યાં હતાં. બાળકોની ઉંમર એકથી ચાર વર્ષની છે. પનિયા સમાજનો આ આદિવાસી પરિવાર પહાડીની ટોચ પરની ગુફામાં ફસાઈ ગયો હતો. ન્યૂઝ એજન્સી PTI સાથે વાત કરતાં કાલપેટ્ટા રેન્જ ફોરેસ્ટ ઓફિસર હાશિસે કહ્યું - અમે ગુરુવારે માતા અને 4 વર્ષના બાળકને જંગલ વિસ્તારની નજીક ભટકતાં જોયાં. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે તેનાં 3 વધુ બાળકો અને તેમના પિતા ટેકરી પરની ગુફામાં ભૂખ્યાં અને તરસ્યાં ફસાયાં હતાં. 8 કલાક બાદ રેસ્ક્યૂ
હાશિસે કહ્યું- અમે 4 લોકોની રેસ્ક્યૂ ટીમ બનાવી છે. ટીમે ભારે વરસાદ વચ્ચે લપસણા અને ઢાળવાળા ખડકોમાંથી 8 કલાકના પ્રયત્નો પછી તેમને બચાવ્યાં. લપસણા પથ્થરો પર ચઢવા માટે ઝાડ સાથે દોરડા બાંધવા પડતા હતા. જ્યારે અમે ગુફા પાસે પહોંચ્યા તો ત્યાં ત્રણ બાળકો અને એક વ્યક્તિ બેઠી હતી. અમે તેમને અમારી પાસે બોલાવ્યાં. તેઓ આગળ આવતાં ન હતાં. ઘણું સમજાવ્યા પછી તેના પિતા અમારી સાથે આવવા રાજી થયા. અમે બાળકોને અમારા શરીર સાથે બાંધી દીધાને ફરી નીચે ઊતરવાની મુસાફરી શરૂ કરી. બહારના લોકો સાથે વાત કરવાનું ટાળે છે
હાશિસે કહ્યું- પાણિયા સમુદાયના આ લોકો બહારના લોકો સાથે વાત કરવાનું ટાળે છે. તેઓ સામાન્ય રીતે વન ઉત્પાદનો પર આધાર રાખે છે અને સ્થાનિક બજારમાં વેચીને ચોખા ખરીદે છે. જોકે એવું લાગે છે કે ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે તેઓ ઘણા દિવસોથી ભૂખ્યા હતા. જ્યારે તેઓ અમારી પાસે આવ્યા ત્યારે અમે જોયું કે બાળકો ખૂબ થાકેલા હતા. અમે અમારી સાથે જે પણ ખાદ્યપદાર્થો લીધા હતા એ પહેલા અમે તેમને ખવડાવ્યા. તેને પાણી આપ્યું, તેની પીઠ પર બાંધીને પહાડ પરથી નીચે ઉતાર્યા. કેરળના સીએમએ ફોરેસ્ટ ટીમનાં વખાણ કર્યાં
કેરળના મુખ્યમંત્રી પી. વિજયને શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની માહિતી આપી હતી. તેમણે લખ્યું- ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડમાં, અમારા હિંમતવાન વન અધિકારીઓએ 8 કલાકના પ્રયાસો પછી આંતરિક વિસ્તારોમાંથી છ લોકોના જીવ બચાવ્યા. વન અધિકારીઓની આ ભાવના આપણને યાદ અપાવે છે કે કટોકટીના સમયમાં પણ કેરળનું જોમ ચમકતું રહે છે. અત્યારસુધીમાં 341 મૃતદેહ મળ્યા છે, 134 મૃતદેહના ટુકડા મળ્યા છે
કેરળના વાયનાડમાં 29-30 જુલાઈની રાત્રે ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 341 પર પહોંચી ગયો છે. આ તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, જેમાંથી 146 મૃતદેહની ઓળખ કરવામાં આવી છે. 134 લોકોના મૃતદેહના ટુકડા જ મળ્યા છે. સેનાએ 1 ઓગસ્ટના રોજ મુંડક્કઈ, ચુરામાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામમાં બચાવ અભિયાન સમાપ્ત થવાની માહિતી આપી હતી. હવે માત્ર કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને શોધવાનું કામ ચાલી રહ્યું છે. ઘણી જગ્યાએ કાટમાળ નીચે 20 થી 30 ફૂટ સુધી મૃતદેહો દટાયા હોવાની આશંકા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.