વડોદરા-આજવા સરોવરમાં નર્મદા કેનાલમાંથી લેવામાં આવતું પાણી બંધ કરવામાં આવ્યું - At This Time

વડોદરા-આજવા સરોવરમાં નર્મદા કેનાલમાંથી લેવામાં આવતું પાણી બંધ કરવામાં આવ્યું


- આજવામાં 29 દિવસ સુધી રોજ 146 મિલિયન લિટર પાણીનો જથ્થો લીધો વડોદરા,તા.25 જુન 2022,શનિવારવડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પીવાનું પાણી પુરું પાડતા આજવા સરોવરમાં નર્મદા કેનાલમાંથી ગઈ તારીખ 23 મેથી રોજનું 60 ક્યુસેક એટલે કે 146 મિલિયન લિટર પાણી લેવાની શરૂઆત કરવામાં આવી હતી. આ પાણી લેવાનું તારીખ 20 થી બંધ કરી દેવામાં આવ્યું છે. 29 દિવસ સુધી આજવા માં નર્મદાનું પાણી લીધું છે. ગઈ તારીખ 21 મેના રોજ મુખ્યમંત્રી વડોદરા આવેલા હતા, ત્યારે તેમણે તારીખ 30 જૂન સુધી અથવા તો આજવા સરોવરમાં પાણી ન આવે ત્યાં સુધી ઉકત પાણીનો જથ્થો આપવાની જાહેરાત કરી હતી. હવે વરસાદી વાતાવરણ ઊભું થતાં અને ઉપરવાસમાં પણ વરસાદ થતાં નર્મદાના પાણીને બંધ કરવા માટે તારીખ 20ના રોજ નિગમના સ્થાનિક તંત્રને જાણ કરી દીધી હતી . ઉનાળાના દિવસોમાં આજવાનું લેવલ ઘટે નહી  અને શહેરના પૂર્વ તથા દક્ષિણ વિસ્તારને પૂરતું પાણી મળતું રહે તે માટે આ નિર્ણય લેવાયો હતો. હાલ આજવા સરોવરનું લેવલ 207.40 ફુટ છે. જે મીટરમાં 63.23 છે. નર્મદા કેનાલનું પાણી આજવાને મળતું થતાં રોજનો પાણીનો વપરાશ કરવાની સાથે સાથે સરોવરનું લેવલ પણ છેલ્લા 29 દિવસ સુધી જળવાયેલું રહ્યું હતું.જોકે નર્મદા કેનાલનું પાણી લેવા બદલ વડોદરા કોર્પોરેશને દર એક હજાર લિટર એ રૂપિયા 4.69 નો ચાર્જ ચૂકવવો પડશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.