અયોધ્યા રામ મંદિરમાં પહેલા વરસાદમાં જ પાણી ટપક્યું:મુખ્ય પૂજારીએ કહ્યું- જ્યાં રામલલ્લા, ત્યાં જ પાણી ભરાયું; વ્યવસ્થા નહીં કરાઈ તો દર્શન-પૂજા બંધ કરવી પડશે - At This Time

અયોધ્યા રામ મંદિરમાં પહેલા વરસાદમાં જ પાણી ટપક્યું:મુખ્ય પૂજારીએ કહ્યું- જ્યાં રામલલ્લા, ત્યાં જ પાણી ભરાયું; વ્યવસ્થા નહીં કરાઈ તો દર્શન-પૂજા બંધ કરવી પડશે


અયોધ્યાના રામ મંદિરમાં પહેલા જ વરસાદમાં પાણી ટપકવા લાગ્યું. મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું- ગર્ભગૃહ, જ્યાં રામલલ્લા બિરાજમાન છે, તે પણ પાણીથી ભરેલું હતું. જો એક-બે દિવસમાં વ્યવસ્થા નહીં કરવામાં આવે તો દર્શન અને પૂજાની વ્યવસ્થા બંધ કરવી પડશે. તેમણે કહ્યું- શનિવારે રાત્રે 2થી 5 વાગ્યા સુધી ભારે વરસાદ પડ્યો હતો. આ પછી મંદિરના ગર્ભગૃહની સામેના મંડપમાં 4 ઈંચ સુધી પાણી ભરાઈ ગયું. મંદિરની અંદર રહેલા લોકોને ડર હતો કે ક્યાંક વીજ કરંટ ના ઉતરી આવે. તેથી સવારે 4 વાગ્યે યોજાનારી આરતી ટોર્ચના પ્રકાશમાં કરવી પડી. સવારે 6 વાગ્યાની આરતી પણ એ જ રીતે કરાઈ હતી. નાના મંદિરોમાં પણ પાણી ભરાયા
આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું- ગર્ભગૃહ સિવાય ત્યાં બનેલા નાના મંદિરો પણ પાણીથી ભરેલા છે. તેમાં ધ્યાન આપવું જોઇએ કે જે બન્યું છે તેમાં શું કમી રહી ગઈ છે? પ્રથમ તો રામ મંદિરમાંથી વરસાદી પાણીના નિકાલની જગ્યા નથી. ઉપરથી પાણી પણ લીક થવા લાગ્યું, જેના કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી. અયોધ્યામાં શનિવાર-રવિવારની રાત્રે 67 મીમી વરસાદ થયો હતો, જેના કારણે આખા શહેરમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું. રસ્તાઓ ઉખડી ગયા. છ મહિના પહેલા બનેલ અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનની અંદાજે 20 મીટર લાંબી બાઉન્ડ્રી વોલ પણ તૂટી પડી હતી. પહેલા માળના બાંધકામને કારણે અંદર પાણી આવ્યું
પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ના હોવાના કારણે આ સમસ્યા સર્જાઈ રહી છે. પૂજારીના મતે, જેટલું વહેલું સમારકામ કરવામાં આવે તેટલું સારું. રાત્રે 10 વાગ્યા સુધી પાણી કાઢવું પડ્યું હતું. પાણી કેમ ભરાય છે? તેના જવાબમાં તેમણે કહ્યું- પહેલા માળે બાંધકામ ચાલી રહ્યું છે. સળિયા દાખલ કરવા માટે ત્યાં છિદ્રો બાકી છે. ત્યાંથી પાણી મંદિરની અંદર આવ્યું. અયોધ્યા ધામ રેલવે સ્ટેશનની બાઉન્ડ્રી વોલ ધરાશાયી શનિવારે રાત્રે અયોધ્યામાં વરસાદ પડ્યો હતો. જેના કારણે અયોધ્યા ધામ રેલવે સ્ટેશનની લગભગ 20 મીટર લાંબી બાઉન્ડ્રી વોલ ધરાશાયી થઈ ગઈ હતી. આ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન 30 ડિસેમ્બર, 2023ના રોજ પીએમ મોદીએ કર્યું હતું. આ ઉપરાંત ઘણી જગ્યાએ ગટરની લાઈનો ઉખડી ગઈ હતી જેના કારણે ગટરનું પાણી અનેક ઘરો અને મંદિરોમાં ઘૂસી ગયું હતું. ઈમામબારા જવાનો રસ્તો ઉખડી ગયો અહીં ગટર જામ થઈ ગઈ હતી. બિરલા ધર્મશાળાની સામે આવેલ મંદિર ગટરના ગંદા પાણીથી ભરાઈ ગયું હતું. અન્ય ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. લોકોએ કહ્યું- મ્યુનિસિપલ કોર્પોરેશન અને પીડબલ્યુડીની પહેલા વરસાદમાં જ પોલ ખુલી ગઈ. પહેલા વરસાદ પછીની સ્થિતિ, જુઓ 5 તસવીરો રામ મંદિર પર અત્યાર સુધીમાં 1800 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો​​​​​​​
રામ મંદિરમાં માત્ર એક માળ તૈયાર છે. તેના પર 1800 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. મુખ્ય શિખર, પરકોટા, 5 નાના શિખરો, 13 મંદિરો, ટ્રસ્ટ ઓફિસ, VVIP વેઇટિંગ એરિયા, મુસાફરોની સુવિધા કેન્દ્ર, મ્યુઝિયમ, પુસ્તકાલય અને સંશોધન સંસ્થા સહિત અનેક કામો બાકી છે. મંદિરના ડિઝાઈન અને કન્સ્ટ્રક્શન મેનેજર ગિરીશ સહસ્ત્રભોજાનીનું કહેવું છે કે બાકીના કામ માટે વધુ 2000 કરોડ રૂપિયાની જરૂર પડી શકે છે. મંદિર માટે 3200 કરોડથી વધુનું દાન મળ્યું, ​​​​​​​સૌથી વધુ મોરારી બાપુએ ​​​​​​​આપ્યું
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર, રામ મંદિર માટે અત્યાર સુધીમાં 3200 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે. દાન હજુ પણ આવી રહ્યું છે. કથાકાર મોરારી બાપુએ સૌથી વધુ 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.