મરીન ડ્રાઈવ પર ભીડ જુઓ, VIDEO:નજર જાય ત્યાં સુધી ટીમ ઈન્ડિયાના ફેન્સ, પગ મૂકવાની પણ જગ્યા નહીં, લાખો લોકોએ એમ્બ્યુલન્સ માટે જગ્યા કરી દિલ જીત્યાં - At This Time

મરીન ડ્રાઈવ પર ભીડ જુઓ, VIDEO:નજર જાય ત્યાં સુધી ટીમ ઈન્ડિયાના ફેન્સ, પગ મૂકવાની પણ જગ્યા નહીં, લાખો લોકોએ એમ્બ્યુલન્સ માટે જગ્યા કરી દિલ જીત્યાં


ક્રિકેટ માટે દિવાનગી કોને કહે છે...તેનો સાક્ષી આ નજારો છે...વિશ્વ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ માટે મુંબઈના મરીન ડ્રાઈવ પર ચાહકોનું ઘોડાપૂર ઉમટ્યું છે...નજર જાય ત્યાં સુધી બસ ટીમ ઈન્ડિયાના ચાહકો જ દેખાઈ રહ્યા છે...લાખોની સંખ્યામાં ઉમટેલા ચાહકો વિશ્વ વિજેતા ટીમ ઈન્ડિયાની ઝલક નિહાળવા માટે ગાંડાતૂર બન્યાં છે... આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે મરીન ડ્રાઇવથી વાનખેડે સુધી પગ મૂકવાની પણ જગ્યા દેખાતી નથી...જોકે આ વચ્ચે પણ લોકોનાં દિલ જીતી લે તેવાં દૃશ્યો સામે આવ્યાં છે... જેમાં લાખો ફેન્સે એમ્બ્યુલન્સને ત્યાંથી પસાર થવા માટે જગ્યા આપી છે...જેણે નિહાળી સૌ કોઈ તારીફ કરી રહ્યા છે...ખરેખર આ નજારો ટીમ ઈન્ડિયાના જીતથી ફેન્સ કેટલી હદે ખુશ છે...તેનો સાક્ષી છે...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.