શું આગ્રાની મસ્જિદમાંથી હિન્દુ યુવતીની લાશ મળી?:આ હત્યાનો મામલો સાંપ્રદાયિક રંગના આધારે વાઇરલ થયો; સત્ય જાણો - At This Time

શું આગ્રાની મસ્જિદમાંથી હિન્દુ યુવતીની લાશ મળી?:આ હત્યાનો મામલો સાંપ્રદાયિક રંગના આધારે વાઇરલ થયો; સત્ય જાણો


19 મેના રોજ આગ્રામાં તાજમહેલ પાસે એક મસ્જિદમાં યુવતીની હત્યા કરી દેવામાં આવી છે. મસ્જિદની અંદર તેની અર્ધનગ્ન લાશ મળી. યુવતીનો ચહેરો છૂંદી નાખ્યો હતો અને તેના શરીર ઉપર પણ ઈજાનાં નિશાન હતાં. આ ઘટના પછી સોશિયલ મીડિયા પર યુવતીની લાશના ફોટો અને વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. વાઇરલ વીડિયોનું સત્ય
વાઇરલ વીડિયોનું સત્ય જાણવા માટે અમે એની સાથે જોડાયેલાં કી-વર્ડ્સ સર્ચ કર્યા. સર્ચ કરવાથી અમને આ મામલા સાથે જોડાયેલી એક પોસ્ટ આગ્રા પોલીસ કમિશનરના ઓફિશિયલ X એકાઉન્ટ પર મળી. આગ્રા પોલીસ કમિશનરેટે ટ્વીટ કરીને લખ્યું - તાજગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની મસ્જિદમાંથી મળેલી મૃત મહિલા મુસ્લિમ છે. વિશ્લેષણ અને વૈજ્ઞાનિક પુરાવાઓએ મૃતકના બળાત્કારની પુષ્ટિ કરી નથી. ટ્વીટમાં ખોટાં અને ભ્રામક તથ્યો રજૂ કરવામાં આવ્યાં છે.
કૃપા કરીને સત્ય જાણ્યા વિના આવી કોઈ ભ્રામક પોસ્ટ કરીને અફવા ફેલાવવી નહીં, જેનાથી સમાજમાં શાંતિ/કાનૂન વ્યવસ્થા પ્રભાવિત થાય, નહીંતર તમારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઘટનાની વહેલી તપાસ માટે 4 પોલીસ ટીમ બનાવવામાં આવી છે. આ દુર્ઘટનાનું સફળ અનાવરણ ટૂંક સમયમાં કરવામાં આવશે. ભાસ્કરે તેમની વેબસાઈટ પર આગ્રામાં 19 મેના રોજ બનેલી આ ઘટનાથી સંબંધિત સંપૂર્ણ સમાચાર પણ પ્રકાશિત કર્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો... જેથી એ સ્પષ્ટ થા. છે કે આગ્રાની ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર જે દાવા કરવામાં આવી રહ્યા છે એ સંપૂર્ણપણે ખોટા છે . ફેક ન્યૂઝ વિરુદ્ધ અમારી સાથે જોડાયેલા રહો. કોઈપણ આવી સૂચના જેના પર તમને શંકા હોય તો અમને ઈમેલ કરો @fakenewsexpose@dbcorp.in અને વ્હોટએપ કરો- 9201776050


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.