રાજકોટમાં એક કા ડબલ લાલચમાં 640 લોકોએ મરણમૂડી ગુમાવી, 7 શખ્સોની ટોળકી રૂ.1.95 કરોડ ઓળવી ગઈ
મહિલા સંચાલિકા પૈકી એકે એકાદ વર્ષ પૂર્વે રોકાણકારોને પૈસા ન ચૂકવી શકતા આપઘાત કર્યો હતો
રાજકોટમાં એક કા ડબલ સહિતની લોભામણી સ્કીમોનોના નામે મધ્યમ વર્ગના 640 લોકોના મરણમૂડી સમાન પૈસા રોકાણ કરાવી રોકાણકારોના રૂપિયા 1.95 કરોડ સ્કીમ સંચાલકો ચાઉં કરી ગયા હતા.
આ પૈસા થકી પ્રોપર્ટી અને દાગીના ખરીદી લીધા હતા. આ મામલે રોકાણકારો દ્વારા ફરિયાદ કરવામાં આવતા બે મહિલા સહિત સાત શખસો સામે એ.ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. સ્ટાર ઇનામી ધમાકા નામે સ્કીમ શરૂ કરનાર બે મહિલા સંચાલિકા પૈકી એકે એકાદ વર્ષ પૂર્વે રોકાણકારોને પૈસા ન ચૂકવી શકતા આપઘાત કર્યો હતો. તે સમયે સ્કીમના અન્ય સંચાલકો સામે ગુનો પણ નોંધાયો હતો. દરમિયાન આ મામલે હવે રોકાણકાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.