સોલા સિવિલમાં સોનોગ્રાફી માટે ૬ દિવસનું વેઇટિંગ !
અમદાવાદ,મંગળવારસોલા સિવિલમાં
સોનોગ્રાફી કરાવવા જનારા દર્દીએ દિવસો સુધી વેઇટિંગની તૈયારી સાથે જવું પડશે. વાત એમ
છે કે, સોલા સિવિલમાં સોનોગ્રાફી ંમાટે ૬ દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે. આ મામલે
દર્દીઓએ આજે સોલા સિવિલમાં હોબાળો પણ મચાવ્યો હતો. સામાન્ય રીતે
કોઇપણ હોસ્પિટલમાં સોનોગ્રાફી માટે જવાનું થાય તો તેના માટે થોડા કલાકનું વેઇટિંગ હોય
છે. પરંતુ સોલા સિવિલમાં આ વેઇટિંગ કલાકોમાં નહીં પણ દિવસોમાં છે. સોલા સિવિલમાં સોનોગ્રાફી
કરવા આવનારા દર્દીઓને અત્યારે નામ નોંધાવી ૬ દિવસ પછી આવવા માટે સૂચના આપવામાં આવી
રહી છે. સોનોગ્રાફી માટે વેઇટિંગ મામલે દર્દીઓ અને તેમના સ્વજનોએ આજે સોલા સિવિલના
સોનોગ્રાફી રૃમની બહાર હોબાળો મચાવ્યો હતો. જેના કારણે સોનોગ્રાફી રૃમનો દરવાજો બંધ
કરવાની અને તેની આસપાસ બાઉન્સરો તૈનાત કરવાની ફરજ પડી હતી.સોનોગ્રાફી માટે
આવેલા એક વ્યક્તિએ જણાવ્યું કે, 'હું મારી ગર્ભવતી પત્નીને લઇને આવ્યો તો મને એમ સૂચના
આપવામાં આવી કે હમણાં નામ લખાવી જાવ અને ૬ દિવસના વેઇટિંગ બાદ જ સોનોગ્રાફી માટે આવજો.
જેના કારણે મારે હવે નાછૂટકે વધારે નાણા ખર્ચીને ખાનગી લેબમાં જવું પડશે. ' સોલા સિવિલમાં સોનોગ્રાફી માટે બે મશિન છે અને તેની
સામે દર્દીઓની વધતી સંખ્યા અને સામે અપૂરતા સ્ટાફથી આ વેઇટિંગની સમસ્યા સર્જાઇ હોવાનું
સામે આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.