ધંધુકા કેથોલીકના ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
ધંધુકા કેથોલીકના ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
અમદાવાદ જીલ્લા ના ધંધુકા કેથોલીકના ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી.
છેલ્લા ૨૭ વર્ષથી ચાલતી મા ભાલેશ્વરી ક્રિકેટ ટુર્નામેન્ટ આ વર્ષે પણ તારીખ ૨૯ અને ૩૦ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ કેથોલીકના ગ્રાઉન્ડમાં યોજાઈ ગઈ જેમાં આ વર્ષે ફક્ત ધંધુકા અને ધોલેરા તાલુકાની ટીમો લેવાનું નક્કી કરેલ જેમાં અનેક ગામના ખેલાડીઓએ ભેગા મળી ટીમો બનાવી ભાગ લીધો હતો. ફાઈનલમાં પેરલ ઈલેવન અને ભોલે ગ્રુપની ટીમો આવી હતી, જેમાં પેરલ ઈલેવન ટીમ ચેમ્પિયન બની હતી અને ભોલે ગ્રુપ ટીમ રનર્સ - અપ રહી હતી.ઇનામ વિતરણ સમારંભમાં ધંધુકા PSI સાહેબ હાજર રહ્યા હતા.અને તેમના હસ્તે વિજેતા પેરલ ઈલેવન ટીમના કેપ્ટન અને તેમની ટીમને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. અને શૈલુભા ના હસ્તે રનર્સ-અપ ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. શ્રી આર. ડી. ગોજીયા સાહેબ પોલીસ ઇન્સપેક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે સ્પોર્ટ્સની આવી પ્રવૃતિઓ થતી રહે અને યુવાનો સ્પોર્ટ્સમાં રસ કેળવતા થાય તેવી વાત પર ભાર મુક્યો હતો. વિજેતા ટીમના કેપ્ટન નમનભાઈ દ્રારા કેથોલિક સંસ્થાનો અને વર્ષોથી ચાલતી આ ટુર્નામેન્ટના આયોજક સુખદેવભાઈ રાઠોડ સુખા સાહેબ અને તેમના સાથી શિક્ષકોનો આભાર માન્યો હતો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
