વાગડમાં ૧૨ કલાકમાં ૭ થી ૮, જિલ્લામાં અડધાથી બે ઈંચ વરસાદ
ભુજ, રવિવારસાયકલોનીક સકર્યુલેશન અસરના પગલે આગામી ત્રણ દિવસ સુાધી રાજ્યના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે કચ્છ જિલ્લામાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૃ થયો છે. પાછલા ર૪ કલાક દરમિયાન કચ્છ જિલ્લામાં જોરદાર ઝાપટાથી માંડીને સાતાથી આઠ ઈંચ વરસાદ નોંધાયો છે. વાગડ પંથકમાં છેલ્લા બાર કલાકમાં આઠેક ઈંચ વરસાદ નોંધાયાના સમાચાર છે. આજે રવિવારે સવારે ૮થી બપોરના ચાર વાગ્યા દરમિયાન અંજાર, ભચાઉ, ભુજમાં બે જયારે રાપરમાં એક તેમજ અન્યત્ર તાલુકા માથકોએ પણ વરસાદ નોંધાયો હતો. સવારાથી અનેક વિસ્તારોમાં હળવાં-ભારે ઝાપટાં વરસતાં રહ્યાં હતાં.કચ્છમાં લોપ્રેશર સીસ્ટમ સક્રીય થયા પછી તા.ર૩ જુલાઈાથી ૩ દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગત રાત્રિાથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસશે તેવી સંભાવના હતી ત્યારે પાછલા ર૪ કલાક દરમિયાન જિલ્લામાં હવામાન વિભાગની આગાહી કરતાં વિપરીત સિૃથતિ જોવા મળી હતી. કેમ કે જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સાતાથી આઠ ઈંચ વરસાદ નોંધાયો છે. ખાસ તો રાપર ભચાઉ તાલુકાના નદીઓ અને નાળા, કોતરોમાં નવા નીરની આવક થઇ હતી. આજે રવિવારે સવારે આઠ વાગ્યાથી માંડીને બપોરના ચાર વાગ્યા દરમિયાન કચ્છમાં અંજાર તાલુકામાં બે ઈંચ, ભચાઉમાં બે ઈંચ, ભુજ બે ઈંચ, રાપરમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. અંજારમાં બપોરના ૧૨થી ચાર વાગ્યા દરમિયાન બે ઈંચ વરસાદ ખાબક્યો હતો જયારે ભચાઉમાં બપોરે બારાથી બે વાગ્યા દરમિયાન એક ઈંચ, જયારે ભુજમાં બારાથી બે વાગ્યા દરમિયાન એક તેમજ બેાથી ચાર વાગ્યા દરમિયાન અડાધો ઈંચ વરસાદ વરસ્યો હતો. રાપરમાં વહેલી સવારે ૬થી ૮ દરમિયાન એક ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત ગાંધીધામ, નખત્રાણા અને માંડવીમાં આજે અડાધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જયારે અન્યત્ર જોરદાર ઝાપટા વરસ્યા હતા. કચ્છ જિલ્લામાં આજે એકંદરે ૨૪૪ મિ.મિ. વરસાદ નોંધાયો હતો. જયારે મોસમનો કુલ વરસાદ ૫૨૭૬ મિ.મિ. નોંધાયો છે. કચ્છમાં કુલ વરસાદ ૧૧૭.૬૫ ટકા નોંધાઈ ચુકયો છે.કચ્છમાં શનિવારાથી બપોર બાદ વરસાદી આવરણ મંડરાયુ હતુ. જેના પગલે વરસાદની શરૃઆત વાગડ પંથકમાંથી થઈ હતી. જયાં વરસાદની ચાતક નજરે રાહ જોવામાં આવી રહી હતી. કચ્છમાં છેલ્લા એકાદ સપ્તાહ બાદ ફરી વરસાદે પાધરામણી કરી છે. હજુ આવતીકાલે પણ વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્ર સજજ છે. પશ્વિમ કચ્છમાં મેઘરાજાએ હેત વરસાવ્યા બાદ હવે પૂર્વ કચ્છમાં પાધરામણી કરી છે. રાપર અને ભચાઉ તાલુકામાં વરસાદની ઘટ હતી જોકે, છેલ્લા ૨૪ કલાક દરમિયાન વાગડમાં આઠ ઈંચ વરસાદ વરસી ચુકયો છે. રાપરમાં ભારે વરસાદના પગલે દેના બેંક, માંડવી ચોક, બસ સ્ટેશન રોડ, ભુતિયા કોઠા, સલારી નાકા, અયોધ્યાપુરી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તાલુકાના રવ, નંદાસર, નિલપર, ખીરઈ, ડાવરી, બાલાસર, કલ્યાણપર, ભીમાસર, ગેડી, આડેસર, ચિત્રોડ, ગાગોદર, નલિયા ટીંબો, જાટાવાડા,રામવાવ, હમીરપર સહિતના વિસ્તારોમાં મેઘરાજાની પાધરામણી થઈ છે. ભચાઉના મનફરા, ચોબારી, લાકડીયા, કટારીયા, કણખોઈ, વાંઢીયા, જંગી, શિકારપુર, વોંધ, ભરૃડીયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે વીજપાસરની નદી બે કાંઠે વહી હતી. ભુજમાં પણ મોડી રાત્રે વરસાદી ઝાપટુ વરસ્યા બાદ આજે બે ઈંચ વરસાદના પગલે બસ સ્ટેશન સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા રાબેતા મુજબ જોવા મળી હતી. તાલુકાના પૈયા, ધોરાવર, તુગા, લુડીયા, પૈયા, લુડીયા, ગોડપર, ખારી, સોયલા, લોરીયા, સુમરાસર, ઢોરી, કુનરીયા, નોખાણિયા સહિત આહિરપટ્ટી અને પાવરપટ્ટીના ગામોમાં પણ આજે સવારાથી બપોર સુાધી એકાદ ઈંચ વરસાદ વરસ્યો હતો. આમ, શનિવારની મોડી રાત્રિાથી કચ્છમાં મેઘરાજાની ઝાપટાથી પાધરામણી થયા બાદ રવિવારે બપોરના ચાર વાગ્યા સુાધી વરસાદ વરસતો રહ્યો હતો. ત્યારબાદ, વરસાદે વિરામ લીધો હતો. રવિવાર હોવાથી લોકો સાંજે હરવા ફરવાના સૃથળોએ પરિવાર સાથે ઉમટી પડયા હતા. હમીરસર કાંઠે મેળા જેવો માહોલ સર્જાયો હતો. લોકોએ પ્રકૃતિની મજા માણી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.