શૌર્યધામ નિર્માણ અંતર્ગત ચકલાસીમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલા બાપુની ઉપસ્થિતિમાં બેઠક મળી. - At This Time

શૌર્યધામ નિર્માણ અંતર્ગત ચકલાસીમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલા બાપુની ઉપસ્થિતિમાં બેઠક મળી.


આ પ્રસંગે પ્રો.કિશોરસિંહ સોલંકી,ગુજરાતના યુવા ક્ષત્રિય સેનાના અધ્યક્ષ શ્રી અભિજીતસિંહ બારડ,ગામના અગ્રણીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
21 મી જુલાઈના રોજ ફાગવેલ ખાતે શ્રી શંકરસિંહ બાપુના જન્મદિન સન્માન સમારોહ વિશે બોલતા તેમણે જણાવ્યું હતું કે જન્મદિન ઉજવણી એક નિમિત છે પણ મુખ્ય એજન્ડા શૌર્યધામ નિર્માણનો છે.
ગ્રામીણ યુવકોને ઉત્તમ પ્રકારની વિવિધલક્ષી તાલીમ મળી રહે, સમાજ અને દેશનો સર્વાંગી વિકાસ થઈ શકે એ માટે વિવિધ પ્રવૃત્તિઓ થાય એવી સંસ્થાઓની સમાજમાં જરૂર છે.
શૌર્યધામ આદર્શ નાગરિકોના નિર્માણનું કેન્દ્ર બને એ માટે સહિયારો પરિશ્રમ કરવા જણાવ્યું હતું.
21 મી જુલાઈ બાપુના જન્મદિનને એક કરોડ રૂપિયાનું દાન
શૌર્યધામને બાપુના હસ્તે અર્પણ થાય તે માટે અનેક કાર્યકર્તાઓ અને આગેવાનો દાન આપી રહ્યા છે.
21 મી જુલાઈ બપોરે 1:00 વાગે સૌ સાથે મળી ફાગવેલ ની વીરભૂમિ પર શૌર્ય ધામ નિર્માણ અર્થે માનનીય શંકરસિંહજી બાપુના સુંદર અભિગમને વધાવીએ.

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.