તહેવારો આવતા જ સંક્રમણ વધ્યું, રવિવારે કોરોના અને સ્વાઈન ફલૂથી 2 દર્દીના મોત, 3 વેન્ટિલેટર પર - At This Time

તહેવારો આવતા જ સંક્રમણ વધ્યું, રવિવારે કોરોના અને સ્વાઈન ફલૂથી 2 દર્દીના મોત, 3 વેન્ટિલેટર પર


તહેવારપ્રિય રાજકોટની જનતા રક્ષાબંધન, ગણતંત્ર દિવસ, જન્માષ્ટમી સહિતના તહેવારોની ઉજવણી માટે તૈયારીઓમાં વ્યસ્ત બની ગઈ છે. બરાબર આવા સમયે જ રોગચાળાએ ‘અજગરીભરડો’ લઈ લીધો હોય તેમ કોરોના અને સ્વાઈન ફલૂના કેસ સામે આવી રહ્યા છે. જ્યાં ત્રીજી લહેર બાદ રાજકોટમાં શનિવારે એક વૃદ્ધાનું કોરોનાથી મોત નીપજ્યું હતું. અને રવિવારે ફરી કોરોનાથી વેરાવળના 50 વર્ષીય પુરૂષનું મોત નીપજ્યું હતું. આથી બે દિવસમાં કોરોનાથી બે દર્દીના મોત નિપજતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. બીજી તરફ સ્વાઈન ફ્લૂએ પણ કહેર મચાવવાનું શરૂ કરી દીધું છે. ગઈકાલે સ્વાઈન ફ્લૂથી પણ એક દર્દીનું મોત નીપજ્યું છે જ્યારે ત્રણ દર્દી વેન્ટિલેટર પર છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.