ભાભર તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતમાં સ્વચ્છતાનો અભાવ... - At This Time

ભાભર તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતમાં સ્વચ્છતાનો અભાવ…


પાણીના નળ સંડાસ બાથરૂમ શોભાના ગાંઠિયા સમાન...
સફાઈ માટે ની ગ્રાન્ટો ક્યાં વપરાઇ...?

ભાભર તાલુકાની અબાળા, ઇન્દરવા , જોરવાડા, જાસનવાડા સહિત કેટલીક ગ્રામ પંચાયતમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે વર્ષેદહાડે લાખો રૂપિયાની ગ્રાન્ટો સ્વચ્છતા માટે આવતી હોય છે પરંતુ કેટલાક આળસું સરકારી બાબુઓને કારણે ગ્રામ પંચાયતોમાં સફાઇ થતી નથી.દેશમા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સ્વચ્છતા મિશન અભિયાનના ચલાવામાં આવી રહ્યું છે ત્યારે ભાભરની કેટલીક ગ્રામ પંચાયતમાં સ્વચ્છતાના ધજીયા ઉડતા જોવા મળી રયા છે. ગ્રામ પંચાયતોમાં લાખોના ખર્ચે સુવિધા માટે સંડાસ બાથરૂમ બનાવામા આવે છે પરંતુ સ્વચ્છતા સફાઇનો અભાવ જોવા મળી રહ્યો છે માત્ર ગ્રાન્ટનો લાભ લેવા માટે બનાવ્યા હોય તેવું જણાઇ રહ્યું છે..? પાણી નું નળનુ કનેક્શન માત્ર શોભાના ગાંઠિયા સમાન કરેલ હોય છે સંડાસ બનાવ્યુ હોય પરંતુ તેમાં પણ સુવિધાઓનો અભાવ હોય છે સાફસફાઈ થતી જ નથી તો પછી સફાઈ ની ગ્રાન્ટો સરકારી બાબુઓની મિલિભગતથી કાગળ પર જ વપરાઇ જાય છે કે શું...? ભાભર મિડીયાના જાગૃત પત્રકારો દ્વારા કેટલીક ગ્રામ પંચાયતોની મુલાકાત લેતા સંડાસ બાથરૂમના દ્રશ્યો તસ્વીરમા દેખાય તેવી હાલતમાં જોવા મળેલ સવાલ એ ઉભો થાય છે કે શુ તલાટી શ્રી, સરપંચ શ્રી કે સભ્યો શ્રીઓ સહિત તાલુકાના જવાબદાર અધિકારીઓ કોઈ દિવસ આવી ગ્રામ પંચાયતોની મુલાકાત નહીં લેતા હોય...? તલાટી શ્રી ક્યાં બેસીને વહીવટી કામગીરી કરતા હશે...? ગાંધીજીના ગુજરાતમાં ગંદકીથી ખદબદતી ભાભર તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતોની સફાઈ થશે ખરાં...?
-------------------------------
રીપોર્ટર-પ્રવિણસિંહ રાઠોડ ભાભર બનાસકાંઠા


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.