પટેલ વેપારીને જુગાર રમવા લઈ જઈ મિત્ર સહિત ત્રણે બંદૂક બતાવી રૂ.30.50 લાખ પડાવ્યા - At This Time

પટેલ વેપારીને જુગાર રમવા લઈ જઈ મિત્ર સહિત ત્રણે બંદૂક બતાવી રૂ.30.50 લાખ પડાવ્યા


મવડી ચોકડી પાસે આવેલા ઉદયનગરમાં રહેતા મૂળ જામનગરના ભાવેશભાઇ ધીરજભાઇ પાંભર (પટેલ) (ઉ.વ.32)એ મયુર ફળદુ, હરદીપ વાળા અને મહિપાલ વાળા વિરુદ્ધ કલમ 386,323,504,506(2),120(બી) અને આર્મ્સ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાવેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું ખેડુતો પાસેથી ખેતીનો માલ ખરીદ કરી વેપારી તેમજ યાર્ડમાં તે માલ વેંચવાનો વેપાર કરી મારા પરિવારનુ ગુજરાન ચલાવુ છુ.આશરે બારેક વર્ષ પહેલા રાજકોટમાં કોલેજ કરવા માટે આવ્યો હતો. ત્યારે મારો મિત્ર પંચાયતનગર ચોકમાં મયુરભાઇ ફડદુના મકાનમાં ભાડે રહેતો હતો.જેથી હું પણ તે મકાનમાં તેની સાથે ભાડુઆત તરીકે 2હેતો હતો અને હું ત્યારે એકાદ વર્ષ સુધી આ મકાનમાં ભાડે રહેલ હતો.બાદમાં સાતેક વર્ષ પહેલા હું પત્નિ સાથે રાજકોટ રહેવા આવ્યો અને હું ફ્રી સમયમાં આ મયુરભાઇ ને મળતો હતો અને વાર તહેવારના દિવસો માં હું જુગાર 2મું છુ અને હું તથા મયુરભાઇ એક વખત બંન્ને સાથે જુગાર રમવા ગયા હતા. ગઇ તા.25/12/2022 ના સવારના અગીયારેક વાગ્યે મયુરભાઇ ફડદુ મને યુનિવર્સીટી રોડ ઉપર મયુર ભજીયા નામની દુકાન પાસે મળ્યા હતા

► 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ પાસે વેપારીને બોલાવ્યા બાદ મયુર અને વેપારી ગોંડલ નજીક દેવડા ગામે પહોંચ્યા અને થોડીવારમાં મહિપાલ અને હરદીપ ઇનોવા લઈ પહોંચ્યા

ત્યારે તેઓએ મને વાત કરી હતી કે,તેમના એક મિત્રની વાડીમાં જુગાર ચાલે છે અને આપડે ત્યાં જુગાર રમવા જવાનુ છે.જેથી મે તેઓને કહ્યું કે,સારૂ જયારે જવાનુ હોય ત્યારે કહેજો તેમ વાત કરેલ હતી અને અમે ત્યાંથી છુટા પડ્યા હતા.બાદમાં તા.29/12/2022 ના સવારના આશરે અગીયારેક વાગ્યે મયુરભાઇનો ફોન આવ્યો અને કહ્યું કે, આપડે આજે જુગાર રમવા જવાનુ છે તુ બપોરના બાલાજી હોલે તારી ગાડી લઇને આવજે.જેથી હું મારા ઘરેથી મારી અરટીગા જીજે10 ડી.ઇ. 2011 લઇને ગયો હતો અને ત્યાં આ મયુરભાઇ ઉભા હતા અને તેઓ મારી ગાડીમાં બેઠા એટલે મે તેમને પૂછ્યું કે કયાં રમવા જવાનુ છે?જેથી મયુરભાઇ એ કહેલ કેગોંડલ થી આગળ મારા મિત્ર હરદિપ વાળા અને મહિપાલ વાળા ની વાડીએ જવાનું છે.બાદમાં ગોંડલ થી જેતપુર તરફ આશરે દશેક કિલોમીટર જતા દેવળા ગામ આવતા મયુરભાઇ એ ગાડી ઉભી રખાવી હતી અને થોડીવાર બાદ બે વ્યકિત એક સફેદ કલરની ઇનોવા ગાડી લઇને ત્યાં આવ્યા હતા અને મયુરભાઇએ તેઓ સાથે મારી ઓળખાણ કરાવી હતી અને આ બંન્ને વ્યકિતઓમાં એકનુ નામ હરદિપ વાળા અને મહિપાલ વાળા હતુ.

આ બંન્ને એ મારી ગાડી ત્યાં દેવળા ગામના ચોકમાં રાખી દેવાનુ કહ્યું હતું.બાદમાં હું તથા મયુરભાઇ આ લોકોની સાથે ઇનોવા ગાડીમાં બેસી ગયા હતા અને ત્યાંથી પંદરેક કિલોમીટર દુર સીમમાં એક વાડીએ લઇ ગયા હતા અને ત્યાં વાડીમાં બે ત્રણ પાકા રૂમ વાળુ મકાન હતું.આ વખતે હરદીપ વાળા મને સાઇડમાં લઇ ગયેલ અને કહેવા લાગ્યો કે,તુ ચીટીંગ કરીને જુગાર રમે છે અને તે જુગારમાં બહુ રૂપિયા બનાવ્યા છે.જેથી મે તેને કહેલ કે,ના ભાઇ એવુ કાંઇ નથી હું તો સીધી રીતે જ જુગાર રમુ છુ અને જીતુ છુ તેમ કહેતા આ હરદીપ ઉશ્કેરાઇ ગયો અને ગાળો બોલવા લાગ્યો અને ગાલ ઉપર ઝાપટો મારવા લાગ્યો હતો.આ વખતે મહિપાલ તથા મયુરભાઇ પણ ત્યાં આવી ગયો અને આ મહિપાલ પણ મને ગાળો બોલી ઢીકા પાટુ મારવા લાગ્યો અને મયુરભાઇ આ લોકોને મને માર નહી મારવાનુ કહેતા આ લોકોએ મને મારવાનુ બંધ કરેલ અને હરદિપ તેની ગાડીમાંથી એક બંદુક લઇ આવ્યો અને તે બંદુક મારી સામે રાખી મને કહેવા લાગેલ કે,તારે અમને પચાસ લાખ રૂપિયા દેવા પડશે તો જ તને અહીંથી જવા દેશું નહીતર તને જાનથી મારી નાખશું જેથી મેં મયુરભાઇ ને કહેલ કે,આ બધુ શું છે તમે મને જુગાર રમવાનુ કહીને અહી લાવ્યા છો અને આ લોકો મારી સાથે આવુ શા માટે કરે છે તમે આ લોકોને સમજાવો તેમ કહેતા મયુરભાઇ કહેવા લાગ્યા કે,આ લોકો જેમ કહે તેમ કર નહીતર આ લોકો તને અહીથી જીવતો નહી જવા દે જેથી હું આ લોકો થી ખુબ જ ડરી ગયો હતો.

► 12 વર્ષ જુના મિત્ર મયુરે વેપારીને કોલ કરી કહ્યું આપણે મિત્રની વાડીએ જુગાર ચાલે છે ત્યાં રમવા જવાનું છે

આ મયુરભાઇ પણ આ લોકો સાથે મળેલ છે જેથી મેં આ લોકોને કહેલ કે, મારી પાસે આટલા બધા રૂપિયા નથી મારી પાસે હાલમાં બે લાખ રૂપિયા જ છે તેમ કહેતા મહિપાલ એ મારા પાછલા ખીસ્સામાં રાખેલ રૂપિયા બે લાખ કાઢી લીધા હતા અને મે ગળામાં પહેરેલ સોનાની રૂદ્રાક્ષની માળા પણ કાઢી લીધી હતી અને આ મહિપાલ અને હરદિપે મારા ઘરે ફોન કરી વધારે રૂપિયા મંગાવવાની વાત કરી હતી અને મારી પાસે સ્પીકર ફોનમાં મારા ઘરે મારા પત્નિ ને ફોન કરી ઘરમાં જેટલા રૂપિયા હોય બધા ભેગા કરી ગણીને રાખે તેમ કહેવાનુ જણાવ્યું હતું.જેથી મેં મારી પત્નિ ધર્મીષ્ઠા ને ફોન કરી અને સ્પીકર ફોનમાં આ લોકોએ જેમ કહ્યું તેમ મારી પત્નિને વાત કરી હતી અને ફોન મુકી દીધો હતો અને થોડીવાર બાદ મારી પત્નિ નો ફોન આવ્યો અને કહ્યું કે,ઘરમાં કુલ રૂ.17,90,000 પડ્યા છે. જેથી આ હરદીપ તથા મહિપાલ એ મને કહેલ કે, તારી પત્નિ ને કે બધા રૂપિયા લઇને મવડી ચોકડી જાય અને મારો માણસ આવે તેને તે રૂપિયા આપી દે જેથી મેં તેઓને કહેલ કે,મારી પત્નિ ત્યાં નહી જાય હું મારા મિત્ર પુષ્કર ચમનભાઇ રૂપાવટીયા ને ઘરે મોકલુ?

તો આ લોકોએ કહેલ કે, કાંઇ વાંધો નહી તેને મોકલ,જેથી મે મારા મિત્ર પુષ્કર ને ફોન કરી મારા રૂપિયા લઇ મવડી ચોકડી જવાનું કહ્યું હતું. બાદમાં આ લોકોએ કહ્યું કે હવે તારા મિત્રનો ફોન આવે એટલે તેને પુછજે કે તે ક્યા વાહનમાં છે અને તારી પાસે જે ભાઇ આવે તેને રૂપિયા આપી દેજે. અને થોડીવાર બાદ મારા મિત્ર પુષ્કરનો મને ફોન આવેલ કે, હું ઘરેથી રૂપિયા લઇને મવડી ચોકડી હોટલે વેન્ટો કાર લઈ ઉભો છુ.જેથી મે તેને કહેલ કે, તુ થોડીવાર ત્યાં ઉભો રે હમણા તારી પાસે એક ભાઇ આવશે તેને રૂપિયા આપી દેજે તેમ કહેલ હતુ અને બાદમાં આ મહિપાલે તેના કોઇ મિત્રને ત્યાં ઉભો રાખ્યો હતો તેને ફોન લગાડેલ અને તે ભાઇને મારી સાથે વાત કરાવેલ જેથી મે તેને હોટલ પાસે પડેલ વેન્ટો ગાડી માં બેઠેલ વ્યકિત સાથે વાત કરાવવાનુ કહેતા તે ભાઇ ત્યાં ગયેલ અને પુષ્કર વાત કારાવતા મેં પુષ્કરને તે ભાઇને રૂપિયા આપી દેવાનુ કહેતા તે રૂપિયા આ લોકો એ મોકલેલ વ્યકિત ને આપી દીધા હતા આ વ્યકિત કોણ હતુ તેની મને ખબર નથી. થોડીવાર બાદ આ હરદિપ તથા મહિપાલે મારી ગાડી,આઈ ફોન મહિપાલે મારી પાસેથી લઇ લીધેલ હતો અને બાદમાં આ બંને કહેવા લાગ્યા કે,

► આરોપીઓએ કહ્યું,તારે હજુ ત્રીસ લાખ આપવાના, આ નાણાં નહીં આપે તો તારા ઘરે ફાયરિંગ કરી જાનથી મારી નાખીશું:ક્રાઇમબ્રાન્ચમાં કાવતરૂં, બળજબરીથી કઢાવું,ધમકી અને મારકુટની કલમ હેઠળ ગુન્હો

તારે હજી અમને ત્રીસ લાખ દેવાના છે અને જો દશ દીવસમાં ત્રીસ લાખ નહી દે તો તારા ઘરે આવીને ફાયરીંગ કરી તને પતાવી દઇસ તેવી ધમકી આપવા લાગ્યા હતા અને કહેલ કે,તુ બાકીના ત્રીસ લાખ દઇશ એટલે તારી ગાડી, રૂદ્રાક્ષની માળા તથા મોબાઇલ ફોન તને મળી જાશે અને આ વખતે હું ખુબ જ ડરી ગયેલ હતો અને આ લોકોથી છુટકારો મેળવવા માંગતો હતો.જેથી મે તેઓએ કહેલ બધી વાતમાં હા પાડેલ હતી.જેથી બાદમાં અમો રાજકોટ આવવા નીકળેલ હતા અને રાજકોટ ઉમીયા ચોક ખાતે પહોંચતા આ હરદી5 અમને ત્યાં ઉતારી મારી અરટીગા ગાડી લઇને જતો રહેલ હતો અને અહી ઉતર્યા બાદ મે મયુરભાઇ ને કહેલ કે,તમે જાણી જોઇને મને આ લોકો પાસે લઇ ગયા હતા તેમ કહેતા મયુરભાઇ એ કહેલ કે, બાકી ના ત્રીસ લાખ દશ દિવસમાં પુરા કરી દેજે નહીતર તારા ઘરે આવશે અને તને પતાવી દેશુ તેવી ધમકી આપેલ હતી.જેથી પરિવારને વાત કર્યા બાદ ક્રાઇમબ્રાન્ચમાં ફરિયાદ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.