વિજાપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામા છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ
( રિપોર્ટર:ઝાકીરહુસેન મેમણ)
વિજાપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામા છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષકશ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારીશ્રી એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈન્સ આર.ટી.ઉદાવત તથા પો.સબ ઇન્સ કે.યુ.ચૌધરી પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસમા કાર્યરત રહેલ.
તા.૧૨/૦૭/૨૦૨૪ ના રોજ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા અમો ડી સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા અને બસ સ્ટેન્ડ પાસે આવતા સાથેના અ.પો.કો.ધરમવિરસિંહ દિલીપસિંહ તથા આ.પો.કો હરપાલસિંહ જશવંતસિંહ નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે વિજાપુર પોલીસ સ્ટેશન થર્ડ પાર્ટ ગુ.ર.નં.૭૧/૨૦૧૮ પ્રોહી ૬પઈ, ૧૧૬બી, ૯૮(૨) મુજબના ગુન્હાના કામનો આરોપી નટવરભાઈ સ/ઓ સોમાભાઈ કેવળાભાઈ જાતે સુવેરા રહે,ગંગાનગર ફળો પો.બલીચા તા.નયાગાવ જી.ઉદેપુર (રાજસ્થાન) વાળો બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર ઉભો છે.જે હકીકત આધારે સદરી ઇસમને કોર્ડન કરી પકડી પાડી તેના વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને વિજાપુર પોલીસ સ્ટેશન સોપવામા આવેલ છે.તા.૧૨/૦૭/૨૦૨૪
આરોપીનો ગુનાહીત ઇતિહાસ
(૧)હિંમતનગર એ ડીવીજન પો.સ્ટે સી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૬૨૦૧૬૦૪/૨૦૨૦ પ્રોહી ૬૫ એઇ, ૮૧, ૮૩,૯૮(૨),૧૧૬(બી) મુજબ
(૨)હિંમતનગર બી ડીવીજન પો.સ્ટે સી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૬૨૧૧૫૬૬/૨૦૨૧ પ્રોહી ૬૫ એએ, ૬૬(૧)(બી), ૮૧,૧૧૬(બી) મુજબ
(૩) હિંમતનગર એ ડીવીજન પો.સ્ટે સી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૬૨૨૦૫૨૪/૨૦૨૨ પ્રોહી ૬૫ એઇ, ૮૧,૯૮(૨), ૧૧૬ (બી) મુજબ
કામગીરી કરનાર અધીકારી કર્મચારી
(૧) કે.યુ.ચૌધરી પોલીસ સબ ઇન્સ
(૨) અ.હેડ.કોન્સ વિક્રમસિંહ રૂમાલસિંહ
(૩) અ.હેડ.કોન્સ જીગ્નેશકુમાર સુરેશભાઈ
(૪)આ.પો.કો.હરપાલસિંહ જશવંતસિંહ
(૫)અ.પો.કો.ધરમવીરસિંહ દિલીપસિંહ
(૬)અ.પો.કો.હિતેષકુમાર રમણભાઇ (૭)અ.પો.કો.નિકુલસિંહ મહેન્દ્રસિંહ
(૮)આ.લો.રકિર્તિરાજસિંહ કિરીટસિંહ
(આર.ટી.ઉદાવત) પોલીસ ઇન્સપેક્ટર હિંમતનગર.બી ડીવી.પો.સ્ટે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.