વલભીપુર તાલુકાની ચમારડી જિલ્લા પંચાયતની સીટમાં કોંગ્રેસ દ્વારા બેઠક યોજવામાં આવી - At This Time

વલભીપુર તાલુકાની ચમારડી જિલ્લા પંચાયતની સીટમાં કોંગ્રેસ દ્વારા બેઠક યોજવામાં આવી


પ્રભારી જયરાજસિંહ મોરી અને કેશુભાઈ ભગત (સુરકા) દ્વારા જિલ્લા પંચાયત સીટ માં પ્રવાસ કરી સમીક્ષા કરવામાં આવી.

તાજેતરમાં લોકસભા ચૂંટણીના ઉત્સાહજનક પરિણામો બાદ કોંગ્રેસ પક્ષ ના કાર્યકર્તાઓ માં નવા ઉત્સાહ નો સંચાર થયો હોય એમ હાલ માં પક્ષ દ્વારા વધુ સક્રિયતા સાથે નવી કામગીરીઓ કરવામાં આવી રહી છે. જે અનુસંધાને આજરોજ વલભીપુર તાલુકા ની ચમારડી જિલ્લા પંચાયત સીટ માં વિવિધ બેઠકો યોજવામાં આવી. ચમારડી જિલ્લા પંચાયત સીટ ના પ્રભારી જયરાજસિંહ મોરી (સિહોર) અને કેશુભાઈ ભગત (સુરકા) દ્વારા ચમારડી જિલ્લા પંચાયત હેઠળ ની ચમારડી, હળીયાદ અને રામપર તાલુકા પંચાયત માં આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં હાલની સ્થિતિની સમીક્ષાઓ કરી આગામી સમયનું ચૂંટણીલક્ષી આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકોમાં સ્થાનિક કાર્યકર્તા ઉપરાંત વલભીપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનસુખભાઈ મકવાણા, પૂર્વ તાલુકા પ્રમુખ રાયશંગભાઈ પરમાર તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.