જસદણના લાતી પ્લોટ વિસ્તારમાં વીજતંત્રની બેદરકારીના કારણે લોકોમાં ભારે આક્રોશ - At This Time

જસદણના લાતી પ્લોટ વિસ્તારમાં વીજતંત્રની બેદરકારીના કારણે લોકોમાં ભારે આક્રોશ


જસદણમાં લાતી પ્લોટ વિસ્તારમાં થાંભલાના તારને વૃક્ષ નડતું હતું. તો GEB વાળાએ છેલ્લાં 3 દીવસ થી વૃક્ષ કાપીને ત્યાંને ત્યાં જ છોડી દીધેલું જેના કારણે ત્યાંના લોકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓ થઈ રહી છે. રસ્તામાં પડેલા આ વૃક્ષના કારણે વાહન ચાલકો અને ત્યાંના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. વીજતંત્રની બેદરકારીને કારણે લોકોમાં ભારે આક્રોશ છે. વહેલી તકે આ વૃક્ષ ત્યાંથી લેવાય તેવી ત્યાંના લોકોની માંગ છે. અને આજ લાતી પ્લોટ વિસ્તારમાં ઘણા સમયથી લાઈટનો થાંભલો તૂટી ગયેલો છે લોકોએ અધિકારીઓને આની જાણ કરી હતી ત્યારે અધિકારીઓ આ થાંભલાને બદલવાની કાંઈ જરૂર નથી તેમ કહીને ના પાડેલી શું કોઈ ઘટના બને અને મહામુલી જિંદગી છીનવી લે તેની વાટ જોઈને વીજતંત્ર બેઠું છે ?


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.