ભાવનગરમાં કરુણા અભિયાન ૧૯૬૨ દ્વારા કાળી કાંકણસાર પક્ષીનો જીવ બચાવવામાં આવ્યો
ભાવનગરમાં કરુણા અભિયાન ૧૯૬૨ દ્વારા કાળી કાંકણસાર પક્ષીનો જીવ બચાવવામાં આવ્યો
ભાવનગરમાં ઉત્તરાયણના દિવસે સવારે ૧૯૬૨ ની ટીમ દ્વારા કાળી કાંકણસાર પક્ષીનો જીવ બચાવવામાં આવ્યો હતો.
૧૪ જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના રોજ સવારે ૦૮:૦૪ વાગ્યે ભાવનગર શહેર માં આવેલ રબ્બર ફેક્ટરી વિસ્તાર ની નજીક થી એક સેવાભાવિ એ ૧૯૬૨ નિઃશુલ્ક નંબર પર કોલ કરી એક કેસ નોંધાવ્યો હતો, કેસ મળતાની સાથે ૧૯૬૨ કરુણા અભિયાન ની ટીમ ડૉક્ટર અને પાયલોટ સાથે તુરંત સ્થળ પર પહોંચી ગયા હતા
વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે એક કાળી કાંકણસાર પક્ષી ગંભીર રીતે પતંગની દોરી થી ઘાયલ થયું હોય તેવું જણાયું હતું અને તેની બંને પાંખો મા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી સ્થળ પર જરૂરી સારવાર આપી તે પક્ષી ને પશુ દવાખાને લઇ જવામાં આવ્યું અને ત્યાં તેને યોગ્ય રીતે બંને પાંખો માં ગંભીર ઈજા હોવાને કારણે ટાંકા લેવાની જરૂર જણાય હતી જેથી બંને પાંખો મા ટાંકા લેવામાં આવ્યા અને જરૂરી સારવાર અને ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ કાળી કાંકણસાર પક્ષી એક વન્ય પક્ષી હોય તેને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ની નિગરાની મા રાખવાનું હોય જેથી તે પક્ષી ને વિક્ટોરિયા પાર્ક ખાતે સોંપવામા આવ્યું હતું.
આમ, ૧૯૬૨ સેવા દ્વારા કરુણા અભિયાન અંતર્ગત ભાવનગર મા ત્રણ જેટલી એમ્બ્યુલન્સ ની ટીમ ડોક્ટરો સાથે ઉત્તરાયણના દિવસે અડીખમ ઊભી છે.
રીપોટર-અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.