હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે વિસ્તારમાંથી મારૂતી સ્વિફટ તથા ઇકકો ગાડી પકડી પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ-૨૬ બોટલ/ટીન નંગ-૮૦૪ કિ.રૂ.૧,૧૩,૪૦૦/- તથા બન્ને ગાડીઓ મળી કુલ્લે કિ.રૂ.૯, ૧૩,૪૦૦/- નો પ્રોહી મુદ્દામાલ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી એસ.એન.કરંગીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ સતત માર્ગદર્શન અને સુચના પુરી પાડેલ જેના ભાગ રૂપે એલ.સી.બી.સ્ટાફના શ્રી ડી.સી.પરમાર, પો.સ.ઈ. એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા હે.કો.નરસિંહભાઈ, વિનોદભાઈ, કલ્પેશકુમાર, પો.કો. પ્રહર્ષકુમાર, પો.કો. હિમાંશુ, પો.કો.નિરીલકુમાર, ડ્રા.પો.કો.જતીનકુમાર, ઇન્દ્રજીતસિંહ, નરેન્દ્રસિંહ વિગેરે સ્ટાફના માણસોની ટીમ બનાવેલ.
ઉપરોક્ત ટીમના માણસો હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી અંગે વોચ તપાસમાં હતા તે દરમ્યાન પો.કો. નિરીલકુમાર તથા પો.કો. હિમાંશુ નાઓને બાતમી હકીકત મળેલ કે “ સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ VDI ગાડી નંબર- GJ18BG7168 તથા સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની ઈકો ગાડી નંબર GJ05RN7929 ના ચાલક ઇસમો રાજસ્થાનથી ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આર.ટીઓ સર્કલ રોડ તરફ થઈ વિજાપુર રોડ તરફ જનાર છે.” જે બાતમી હકીકત આધારે હિંમતનગર થી વિજાપુર જતા હાઇવે રોડ નવાનગર પાટીયા પાસે નાકાબંધી કરી ઉભા હતા દરમ્યાન હિંમતનગર આર.ટી.ઓ તરફથી મારૂતી સ્વિફ્ટ તથા ઇકો ગાડી આવતા ગાડીઓ ઉભી રાખવા પ્રયાસ કરતા બન્ને ગાડીઓ નાકાબંધી તોડી દેરોલ તરફ ભાગવા લાગતા નવાનગર ગોગમહરાજ મંદીર પાસે વાહનોનું બ્લોકીંગ જોતા બન્ને વાહન રોડ ઉપર બીનવારસી હાલતમાં મુકી વાહન ચાલકો ભાગી ગયેલ જેથી સદર વાહન ચેક કરતા સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ VDI ગાડી નંબર GJ18BG7168 ની તથા સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની ઇકો ગાડી નંબર GJ05RN7929 ની બન્ને ગાડીઓમાં વિદેશી દારૂનો કુલ પ્રોહી મુદ્દામાલ પેટીઓ નંગ- ૨૬ બોટલ/ટીન નંગ- ૮૦૪ કિ.રૂ.૧,૧૩,૪૦૦/- તથા પકડાયેલ બન્ને ગાડીઓની કિ.રૂ.૮,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૯, ૧૩,૪૦૦/-નો મુદ્દામાલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત પ્રોહિ એકટ ક.કપ(એ)(ઈ), ૮૧,૮૩ મુજબનો પ્રોહી. ગણનાપાત્ર કેસ કરવામાં આવેલ છે.
પકડાયેલ મુદ્દામાલ :-
વિદેશી દારૂની પેટીઓ નંગ-૨૬ બોટલ/ટીન નંગ-૮૦૪ કિ.રૂ.૧,૧૩,૪૦૦/-
મારૂતી સ્વિફટ તથા ઇકો ગાડી કિ.રૂ.૮,૦૦,000/-
મળી કુલ કિ.રૂ.૯,૧૩,૪૦૦/-નો મુદ્દામાલ
આરોપી
(૧) સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ VDI ગાડી નંબર- GJ18BG7168 નો ચાલક
(૨) સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની ઈકો ગાડી નંબર GJ05RN7929 નો ચાલક
રિપોર્ટર. હસન અલી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.