જસદણ આલણસાગર તળાવની સપાટી ૨૨ ફૂટ ઉપર પહોંચી: શહેરને વર્ષભર પાણીની રાહત - At This Time

જસદણ આલણસાગર તળાવની સપાટી ૨૨ ફૂટ ઉપર પહોંચી: શહેરને વર્ષભર પાણીની રાહત


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
ચાર દિવસના વરસાદએ કયાંક વિનાશ કર્યોં હતો પણ સૌરાષ્ટ્રના મોટાં ભાગનાં વિસ્તારોમાં રાહત પહોંચી હતી. જસદણની વાત કરીએ તો શહેરથી દૂર પાંચ કિલોમીટર દૂર આવેલા બાખલવડ ગામે આવેલ અઘતન તળાવ આવેલ છે, જે પ્રજા વત્સલ રાજવી આલાખાચર બાપુએ ઇસ્વીસન ૧૯૦૦ ની સાલમાં લોકોને પીવા માટે અને શિયાળામાં રવિપાક માટે ખેતીને પાણી મળી રહે તે માટે તળાવ બંધાવેલ હતું તે તેનું ગત મહિનામાં જ તળિયું દેખાયું હતું. આના કારણે જસદણને આઠ દસ દીવસે પીવા માટે પાણી મળતું હતું પણ જસદણ પંથકનાં ગામડાઓમાં ચાર દિવસ અવિરત બરખારાણી વરસતાં ૩૨ ફૂટની સપાટી ધરાવતું આ તળાવની સપાટી ૨૫ ફૂટ ઉપર પહોંચી જતાં જસદણ શહેરને પીવા માંટેનો સ્ટોક બે વર્ષનો કરી નાખતાં પ્રજામાં ભારે રાજીપો વ્યક્ત થયો હતો. જો કે આ તળાવ હાલ નાની સિંચાઈ યોજના હેઠળ છે. જેમાં બાર ફૂટ પાણી જસદણ શહેરને પીવા માટે અનામત રાખવામાં આવે છે. પણ ગત વર્ષે અનામત રાખવામાં આવ્યું ન હતું પરિણામે ગત ઉનાળામાં જસદણ શહેરના નાગરિકોને એક એક બેડાં પાણી માટે વલખા મારવાનો સમય આવ્યો હતો દરમિયાન જસદણ જીઆઈડીસી એસોસિએશન અને યુવા શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ અને જસદણ નગરપાલિકાના પુર્વ પ્રમુખ પ્રતિનિધિ અને યુવા ભાજપ આગેવાન અલ્પેશભાઈ રૂપારેલિયાએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે બાખલવડ ગામે આવેલ તળાવ જસદણ શહેરની તરસ તો છિપાવે જ છે પણ જસદણ પંથકનાં સાત ગામોને રવિપાક ખેતી માટે મળતું હોવાથી ખેડૂતોને લાખો રૂપિયાનો શિયાળું પાક થાય છે એટલે આ તળાવ એક ખરાં અર્થમાં જસદણનું ઘરેણું ગણાય!


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.