ધંધુકામા વાલજીરામબાપુના આશ્રમે તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો.
ધંધુકામા વાલજીરામબાપુના આશ્રમે તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો.
ધંધુકા શહેરમાં આવેલ ૐ અલખ ગુરુજ્ઞાન સેવા આશ્રમ ખાતે ધોરણ 10 અને ધોરણ 12મા સારા ટકાવારી સાથે પાસ થયેલ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધંધુકામા સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમા એક થી ત્રણ નંબર મેળવેલ હોય તેમજ ધોરણ 10મા પણ એક નંબરથી ત્રણ નંબર મેળવેલ હોય તેવા વિધાર્થીઓનો ટ્રોફી, બુકો, સ્ટેશનરી આપી તેમનો ઉત્સાહ વધાર્યો હતો જયારે તે સિવાયના ધંધુકા શહેરના 42 ગામમાંથી જે લોકોએ ધોરણ 10 અને 12 પાસ કર્યું હોય તેવોને પ્રગતિપત્ર, સ્ટેશનરી આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ આશ્રમના મહંત શ્રી રતારામબાપુ તેમજ રિટાયર્ડ ડેપ્યુટી કલેક્ટર બરવાળા સહીતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના વિકાસ અને ઉત્કર્ષ માટે ધોરણ 10અને 12 ના અનુસૂચિત જાતિ સમાજના વિધાર્થીઓનો તથા તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરણ 10મા પાસ થયેલ પહેલા ત્રણ નંબર તથા 70 થી ઉપરની ટકાવારીના વિદ્યાર્થીને ટ્રોફી શિલ્ડ, પ્રગતિ પત્ર અને સ્ટેશનરી આપવામાં આવી હતી જયારે અન્ય પાસ થયેલ વિધાર્થીને પ્રગતિ પત્ર સાથે સ્ટેશનરી આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેવી રીતે ધોરણ 12મા પ્રથમ ત્રણ નંબર આવેલ વિદ્યાર્થીને તથા 70થી વધુ ટકા મેળવેલ વિદ્યાર્થીને શિલ્ડ ટ્રોફી, પ્રગતિ પત્ર, સ્ટેશનરી આપી કુલ 60 જેટલા વિધાર્થીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની રૂપરેખામા દીપ પ્રાગટ્ય કરી, મહેમાનોનું સ્વાગત પ્રવચન કરી, વિધાર્થીઓનો સન્માન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગીતાબેન પરમાર દ્વારા તમામ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ મહેમાનોએ પોતાના જીવનની ગાથા જણાવી હતી. આ પ્રસંગે વાલજીરામબાપુના સેવક રતારામબાપુ ઉપસ્થિત રહ્યા હતા, નિવૃત ડેપ્યુટી કલેક્ટર નટુભાઈ ચાવડા, રીટાયર્ડ આર્મી કરનલ સાહેબ, નિવૃત શિક્ષકો સહીત અનુસૂચિત જાતિ સમાજના તેમજ અન્ય ભરવાડ સમાજના આગેવાનો, સામાજિક સંગઠનનો લોકો, કાર્યક્રમના દાતાશ્રીઓ, બાળકો અને તેમના વાલીઓ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.