રહેણાંક મકાનો/કારખાનાઓમાં ઘરફોડ ચોરીઓ કરતી ગેંગના બે ઇસમોને પકડી પાડી, અમરેલી, ભાવનગર જિલ્લામાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ ડીટેકટ કરતીઅમરેલીએલ.સી.બી. ટીમ - At This Time

રહેણાંક મકાનો/કારખાનાઓમાં ઘરફોડ ચોરીઓ કરતી ગેંગના બે ઇસમોને પકડી પાડી, અમરેલી, ભાવનગર જિલ્લામાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ ડીટેકટ કરતીઅમરેલીએલ.સી.બી. ટીમ


રહેણાંક મકાનો/કારખાનાઓમાં ઘરફોડ ચોરીઓ કરતી ગેંગના બે ઇસમોને પકડી પાડી, અમરેલી, ભાવનગર જિલ્લામાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ ડીટેકટ કરતીઅમરેલીએલ.સી.બી. ટીમ

ગુન્હાઓની વિગતઃ-

(૧) ભરતભાઇ છગનભાઇ રાઠોડ, ઉં.વ.૫૪, રહે.સાવરકુંડલા, નેસડી રોડ, શીવલીલા સોસાયટી વાળાના બંધ રહેણાંક મકાનમાં ગઇ તા.૧૯/૦૯/૨૦૨૨ નાં રોજ અજાણ્યા ઇસમો પ્રવેશ કરી રૂમના દરવાજાના તાળા તોડી, મકાનમાંથી રોકડા રૂપિયા તથા સોના ચાંદીના મળી કુલ કિ.રૂ. ૩,૦૫,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયેલ હોય તેમજ આ સોસાયટી રહેતા દર્ષિલભાઈ દીલીપભાઈ રાઠોડના રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના દાગીના કિ.રૂ.૨૮,૦૦૦/- તથા પ્રદિપભાઈ છગનભાઈ રાઠોડના રહેણાંક મકાનમાંથી રોકડ રૂપિયા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ કિ.રૂ.૨,૧૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૫,૪૮,૦૦૦/- ની મત્તાની ચોરી થયેલ હોય તેમજ સાવરકુંડલા ટાઉનમાં નેસડી રોડ ઉપર આવેલ ગીરી સ્કુલ, નીલકંઠ મેટલ ઇન્ડસ્ટ્રીઝ, થ્રીજી મેટલ, દીવાવાલા એન્ડ સન્સ નામના કારખાનાઓમાં ચોરીનો પ્રસાસ થયેલ હોય,જે અંગે ભરતભાઇએ અજાણ્યા ચોર ઇસમો વિરૂધ્ધ ફરીયાદ આપતા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૨૦૭૭૧/૨૦૨૨, આઇ.પી.સી.
કલમ ૪૫૭, ૩૮૦, ૫૧૧ મુજબનો ગુનો રજી. થયેલ.

૨) ગઇ તા.૦૭/૦૮/૨૦૨૩ કલાક ૧૯/૦૦ થી તા.૦૮/૦૮/૨૦૨૨ ના કલાક ૦૮/૦૦ દરમિયાન બગસરા તાલુકાના હડાળા ગામે આવેલ દેસાઇ એજયુકેશન સ્કુલમાં અજાણ્યા ઈસમો પ્રવેશ કરી, બિલ્ડીંગના ગેઇટના તાળા તોડી, સ્કુલની ઓફીસમાં આવેલ એકાઉન્ટની ઓફીસમાં લાકડાના કબાટામાં રાખેલ સ્કુલ, હોસ્ટેલ તથા વાહન વિગેરે ફી કુલ રોક્ડા રૂ.૫,૯૫,૭૯૦/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય, જે અંગે હરેશભાઇ મનસુખભાઇ દેસાઇ, ઉ.વ.૪૦, રહે.હડાળા, દેસાઇ એજયુકેશન સ્કુલ, તા.બગસર, જિ.અમરેલીનાઓએ અજાણ્યા ચોર ઈસમો વિરૂધ્ધ ફરીયાદ આપતા બગસરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૨૦૪૪૦ /૨૦૨૨, આઈ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦મુજબનો ગુનો રજી. થયેલ

ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં રજી. થયેલ અનર્કીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ. એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા ઉપરોકત ઘરફોડ ચોરીઓની વિજીટ કરી, બનાવની આજુ બાજુના તમામ સી.સી.ટી.વી. ફુટેજો ચેક કરવામાં આવેલ, તેમજ ચોરીના બનાવની જગ્યાનું ફિંગર પ્રિન્ટ ઍક્સપર્ટ તથા એફ.એસ.એલ. અધિ. દ્રારા તપાસણી કરવામાં આવેલ. ફિંગરપ્રિન્ટ એકસપર્ટ.એમ.ડી.ચૌહાણ નાઓને સાવરકુંડલા ટાઉનમાં થયેલ ચોરીઓની તપાસણી દરમિયાન ફિંગર પ્રિન્ટ મળી આવતા, જે ફિંગર પ્રિન્ટની અગાઉ ચોરીઓમાં પકડાયેલ ઇસમોની લેવામાં આવેલ ફિંગર પ્રિન્ટ સાથે મેચ કરવા કાર્યવાહી કરતા, મળી આવેલ ફિંગર પ્રિન્ટ રાજવીર ભરત ઉર્ફે ભારૂ ભાભોર રહે.આંબલી, તા.ગરબાડા, જિ.દાહોદ વાળાનું હોવાનું જણાય આવેલ. એલ.સી.બી. ટીમે બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે શંકમદ રાજવીર તથા જેહીંગ ઉર્ફે જેસીંગને ગઇ કાલ તા.૧૬/૧૦/૨૦૧૩ નાં રોજ પકડી પાડી, મજકુર બન્નેની સઘન પુછ પરછ દરમિયાન પોતે તથા પોતાના સાગરીતો સાથે મળી ઉપરોકત ચોરીઓ સહિત અલગ અલગ જગ્યાએ કુલ સાત ઘરફોડ ચોરીઓની કબુલાત આપતા, પકડાયેલ આરોપીઓને આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપવા કાર્યવાહી કરેલ છે

પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) રાજવીર ભરતભાઇ ઉર્ફ ભારૂભાઇ ભાભોર, ઉ.વ.૨૨, રહે.આંબલી ખજુરીયા, નીનામા ફળીયુ, તા.ગરબાડા, જિ.દાહોદ.

(૨) જેહીંગ ઉર્ફ જેસીંગ ઉર્ફ જયલો દીતાભાઇ ડામોર, ઉ.વ.૨૪, રહે. મુળ અમનકુંવા, ખોડાઆંબા ફળીયા, તા.ભાભરા, જિ.અલીરાજપુર (મધ્ય પ્રદેશ) હાલ રહે. આંણદપર ગામની સીમ, જિ.રાજકોટ.

પકડાયેલ આરોપીઓએ ગુનાઓની આપેલ કબુલાલની વિગતઃ-

પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં, રાજવીર ભરતભાઇ ઉર્ફે ભારૂભાઇ ભાભોર તથા જેહીંગ ઉર્ફ જેસીંગ ઉર્ફ જયલો દીતાભાઇ ડામોર તથા તેના સાગરીતો અમરસીંગ ઉર્ફે અમરો ધીરસીંગ પલાસ તથા હીંમત ભારતાભાઇ મોહનીયા રહે.કાંટુ, તા.ધાનપુર વાળાઓ સાથે મળી નીચે મુજબની ઘરફોડ ચોરીના ગુનાઓ કરેલ હોવાની કબુલાત આપેલ છે.

૧) સને ૨૦૨૨ માં સપ્ટેમ્બર માસમાં સાવરકુંડલા ટાઉનમાં અલગ અલગ ત્રણ મકાનો તથા ચાર કારખાનાઓમાંથી રોકડ, તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ, જે અંગે ખરાઇ કરતા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૨૦
૭૭૧/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦, ૫૧૧ મુજબ ગુનો રજી. થયેલ છે.

(૨) સને. ૨૦૨૨માં ઓગસ્ટ માસમાં બગસરા તાલુકાના હડાળા ગામેની બહાર આવેલ સ્કુલમાંથી રોડક રકમની ચોરી કરેલ, જે અંગે ખરાઇ કરતા બગસરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૨૦૪૪૦/૨૦૨૨,
આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો રજી. થયેલ છે.

(૩) સને ૨૦૨૨ માં ઓકટોમ્બર માસમાં ભાવનગર જિલ્લાના મહુવા, વિકટર રોડ ઉપર આવેલ ચર્ચ વાળી
સ્કુલમાંથી રોકડ રકમની ચોરી કરેલ, જે અંગે ખરાઇ કરતા મહુવા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૩૫૨૨૧૧૬૨/૨૦૨૨,આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો રજી. થયેલ છે.

(૪) સને ૨૦૧૨માં સપ્ટેમ્બર માસમાં સાવરકુંડલા, અમરેલી રોડ ઉપર આવેલ અલગ અલગ ચાર કારખાનાઓમાં
ચોરી કરેલ.

(૫) સને ૨૦૨૨ માં સપ્ટેમ્બર માસમાં સાવરકુંડલા, નવા બાયપાસ ઉપર આવેલ અલગ અલગ બે કારખાનાની
ઓફીસ તોડી ચોરી કરવા જતા કોઇ ચિજ વસ્તુ મળેલ નહી.

(૬) સને ૨૦૨૨ માં ઓકટોમ્બર માસમાં ભાવનગર જિલ્લાના મહુવા, હનુમંત હોસ્પટલની બાજુમાં આવેલ હોન્ડાના
શો રૂમ તથા એક કેબીતના તાળા તોડી, ચોરી કરવા જતા કોઇ ચિજ વસ્તુ મળેલ નહી.

(૭) સને ૨૦૨૨ માં સપ્ટેમ્બર માસમાં અમરેલી, લાઠી રોડ ઉપર આવેલ અલગ અલગ ચાર કારખાનાના તાળા
તોડી ચોરી કરતા જતા કોઇ ચિજ વસ્તુ મળેલ નહીં,

પકડાયેલ આરોપી રાજવીર ભરતભાઇ ઉર્ફે ભારૂભાઇ ભાભોરનો ગુનાહિત ઇતિયાસઃ- પકડાયેલ આરોપી રાજવીર ભરતભાઇ ઉર્ફ ભારૂભાઇ ભાભોર નીચે મુજબના ઘરફોડ ચોરીઓના ગુનામાં

પકડાયેલ છે.

(૧) વટવા જી.આઇ.ડી.સી. પો.સ્ટે. (અમદાવાદ શહેર) એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૯૨૧૧૩૭૭/૨૦૨૧, આઇ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ.

(૨) વટવા જી.આઇ.ડી.સી. પો.સ્ટે. (અમદાવાદ શહેર) એ પાર્ટગુ.ર.નં.૧૧૧૯૧૦૧૯૨૧૧૧૨૨/૨૦૨૧,
આઇ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ,

(૩) લીમખેડા પો.સ્ટે. (દાહોદ) એ પાર્ટ ગુ.ર.ન.૧૧૮૨૧૦૩૫૨૨૦૦૦૭/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ.

પકડાયેલ આરોપી જેલીંગ ઉર્ફ જેસીંગ ઉર્ફ જયલો દીતાભાઈ ડામોર નો ગુનાહિત ઈતિયાસઃ- પકડાયેલ આરોપી જેહીંગ ઉર્ફ જેસીંગ ઉર્ફ જયલો દીતાભાઇ ડામોર નીચેની ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ.છે.

(૧) કોડીનાર પો.સ્ટે. (ગીર સોમનાથ) ફ. ગુ.ર.નં. ૧૫૭/૨૦૧૯, આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ,

(૨) માણાવદર પો.સ્ટે. (જુનાગઢ) એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૩૦૩૭૨૦૦૦૦૧/૨૦૨૦, આઇ.પી.સી. કલમ
૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ,

(૩) માણાવદર પો.સ્ટે. (જુનાગઢ) એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૩૦૩૭૨૦૦૦૧૪/૨૦૨૦, આઇ.પી.સી. કલમ
૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ,

*આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શનહેઠળ અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, તથા પો.હેડ કોન્સ. મનિષભાઇ જાની, નિકુલસિંહ રાઠોડ, તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્સ. રાહુલભાઇ ઢાપા, હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.