**સંજેલી મધ્યાહન ભોજન ભરતીમા વિધવા મહિલાઓને ન્યાય મળ્યો /ગેરકાયદેસર ભરતીઓ ઝાલોદ પ્રાન્તે રદ્દ કરી ** અલ્પેશભાઈ કટારા - At This Time

**સંજેલી મધ્યાહન ભોજન ભરતીમા વિધવા મહિલાઓને ન્યાય મળ્યો /ગેરકાયદેસર ભરતીઓ ઝાલોદ પ્રાન્તે રદ્દ કરી ** અલ્પેશભાઈ કટારા


**સંજેલી મધ્યાહન ભોજન ભરતીમા વિધવા મહિલાઓને ન્યાય મળ્યો /ગેરકાયદેસર ભરતીઓ ઝાલોદ પ્રાન્તે રદ્દ કરી **

સંજેલી તાલુકાના ભોડીયાભીત તેમજ માડલી સહિતના કેન્દ્રો ઉપર મધ્યાહન ભોજન ભરતી કરાઈ હતી પરંતુ નિવૃત્ત મામલતદારે રિટાયર્ડ થતા અગાઉ મનસ્વી રીતે પોતાના મળતિયાઓ સાથે મળી બારોબાર અન્ય ઉમેદવારોની ભરતી કરી દેવાતા, વિધવા મહિલા અરજદારો ભરતી સામે વાધો ઉઠાવી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર તેમજ મેરિટ લિસ્ટમા આવનાર ઉમેદવાર સહિત વિધવા મહિલાઓ ઉમેદવાર સાથે અન્યાય થયો હોવાની રજૂઆત લઈ મામલતદાર કચેરી પહોંચી હતી, ત્યારબાદ બાદ ફરીથી અરજદાર વિધવા મહિલાએ ગેરરીતિઓ બાબતે ઝાલોદ પ્રાન્ત ઓફિસે પહોંચી અધિકારીશ્રી સમક્ષ પોતાની વ્યથા રજુ કરતા ઝાલોદ પ્રાંન્તે ત્વરિત ધોરણે મહિલાઓને યોગ્ય ન્યાય મળે તે માટે નિયમ વિરુદ્ધ થયેલ ઓર્ડરો રદ્દ કરી યોગ્ય ઉમેદવારની ભરતી કરી સાચા અર્થમા ન્યાય કરાતા એક મેરીટ લિસ્ટમા આવતા ઉમેદવાર સહિત બે વિધવા મહિલાઓને ભરતી કરાઇ હતી, ત્યારે અન્ય લોકોની ગેરકાયદેસર રીતે લેતી દેતી કરીને ભરતી કરાવનાર વચોટિયાઓમા હાલ ફફડાટ જોવા મળી રહ્યો છે,


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.