વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી: પ્રાંતિજમાં જાગૃતિ રેલી યોજાઈ, વિધાર્થીઓ જાગૃતિના પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા
પ્રાંતિજમાં NHM, GNM અને PBBSCના વિધાર્થીઓએ આજે આરોગ્યને લઈને જાગૃતિ રેલી યોજાઈ હતી. જે કોલેજથી જાગૃતિ રેલી નિકળી પ્રાંતિજ નગરમાં ફરી કોલેજમાં પૂર્ણ થઈ હતી. પ્રાંતિજના રેલવે સ્ટેશન પાસે આવેલ પીટીસી કોલેજના PBBSC, NHM, GNM ने BSC नर्सिंग ना 300 જેટલા વિધાર્થીઓએ પ્લેકાર્ડ સાથે વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી અંતર્ગત સોમવારે જાગૃતિ રેલી યોજાઇ હતી. આ રેલી રેલવે સ્ટેશન નજીક કોલેજથી સુત્રોચ્ચાર સાથે નીકળી હતી. જે પ્રાંતિજના વિવિધ માર્ગો પર ફરીને ભાખરીયા આવી પહોંચી હતી. જ્યાંથી પરત માર્ગો પર ફરીને કોલેજ પહોંચી પૂર્ણ થઈ હતી. આ રેલીમાં વિધાર્થીઓ સાથે ટ્યૂટર પણ જોડાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.