હિંમતનગરમા નવજીવન હોસ્પીટલ આગળથી થયેલ રોકડ રકમની ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોર ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ
રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ
હિંમતનગરમા નવજીવન હોસ્પીટલ આગળથી થયેલ રોકડ રકમની ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોર ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષકશ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં ઘરફોડ ચોરી તેમજ ચોરીઓના અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈન્સ આર.ટી.ઉદાવત તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસ કાર્યરત રહેલ.
તા.૦૪/૧૦/૨૦૨૪ ના રોજ અમો પોલીસ સ્ટાફના માણસો સાથે હિંમતનગર બી ડીવીજન પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૬૨૪૦૮૯૬/૨૦૨૪ બી.એન.એસ કલમ.૩૦૩(૨) મુજબના ગુન્હાના કામે કમાન્ડ કંટ્રોલના સીસીટીવી ફુટેજ જોતા એક શકમંદ મો.સા નંબર GJ.02.AK.8179 નો જણાઈ આવેલ જે મો.સા નંબર પોકેટકોપમા સર્ચ કરી મો.સા ની તપાસમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ તપાસમા હતા તે દરમ્યાન આ.પો.કો હરપાલસિંહ જશવંતસિંહ તથા અ.પો.કો ધરમવીરસિંહ દિલીપસિંહ ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક ઇસમ લાલ કાળા કલરનુ પેશન પ્રો મો.સા નંબર GJ.02.AK.8179નુ લઇને મહેતાપુરા તરફથી ન્યાય મંદીર બાજુ આવે છે જે આધારે મહેતાપુરા નદીના ઢાળ પાસે ઉપરોક્ત હકીકત વાળો ઇસમ આવતા જેને રોકી સદરીનુ નામઠામ પુછતા યુસુફમીયા ભાઇમીયા ઉર્ફે ભીખુમીયા શેખ ઉવ.૬૧ હાલ રહે.મનસુરી સોસાયટી કીફાયતનગર હિમતનગર જી.સાબરકાંઠા મુળ રહે.૭૭ આબાદનગર,નારોલ,અમદાવાદ નો હોવાનુ જણાવતો હોય જેની અંગ ઝડતી કરતા રોકડ રકમ કિ.રૂ.૨૦,૦૦૦/- તેમજ બે મોબાઇલ ફોન મળી આવેલ અને સદરી ઇસમની યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા દસેક દીવસ અગાઉ સદર રોકડ રકમ હિંમતનગર નવજીવન હોસ્પીટલ આગળ રોડ ઉપરથી એક વ્રુદ્ધ માણસની નજર ચુકવી ચોરી કરેલ હોવાનુ જણાવતા હોય જેથી કુલ રોકડ રકમ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા પેશન પ્રો મો.સા ની કિ.૧૫,૦૦૦/- તથા બે મોબાઇલ ફોન કિ.રૂ.૧૦૦૦/- ની ગણી જેથી તમામ મુદ્દામાલ કિ.રુ.૩૬,૦૦૦/-નો ગણી તપાસ અર્થે કબજે લઇ ગુન્હાના કામે અટક કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.આમ રોકડ રકમની ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોર ઇસમને મુદ્દામાલ સાથે પકડી પ્રસંશનીય કામગીરી કરવામા આવેલ છે.
गुन्हाना કામે રીકવર કરેલ મુદ્દામાલ -
(૧) રોકડ રકમ રૂપીયા ૨૦,૦૦૦/-
(૨) પેશન પ્રો મો.સા GJ.02.AK.8179 કિ.રૂ.૧૫,૦૦૦/-
(૩) બે મોબાઈલ ફોન કિ.રૂ.૧૦૦૦-
કુલ મુદ્દામાલ કિ.રૂ.૩૬૦૦૦/-
કામગીરી કરનાર અધીકારી કર્મચારી
(૧) આર.ટી.ઉદાવત પોલીસ ઇન્સ્પેક્ટર (૨) અ.હેડ.કોન્સ વિક્રમસિંહ રુમાલસિંહ
(૩) અ.હેડ.કોન્સ જીગ્નેશકુમાર સુરેશભાઈ (૪) અ.હેડ.કોન્સ હરસિધ્ધસિંહ જવાનસિંહ (કમાન્ડ કંટ્રોલ)
(૫) આ.પો.કો હરપાલસિંહ જશવંતસિંહ
(૬) અ.પો.કો ધરમવીરસિંહ દિલીપસિંહ
(૭)અ.પો.કો હિતેષકુમાર રમણભાઇ (૮) અ.પો.કો નિકુલસિંહ મહેન્દ્રસિંહ
(૯) આ.લો.ર કિર્તિરાજસિંહ કિરીટસિંહ
(આર.ટી.ઉદાવત)
પોલીસ ઇન્સ્પેક્ટર
હિંમતનગર બી ડીવી પો.સ્ટે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.