લખતર કડુ વચ્ચે આવેલ પેટ્રોલ પમ્પ સામે મોટરસાયકલનો બચાવ કરવા જતા ટ્રાવેલર્સ ખાડમાં ખાબકી - At This Time

લખતર કડુ વચ્ચે આવેલ પેટ્રોલ પમ્પ સામે મોટરસાયકલનો બચાવ કરવા જતા ટ્રાવેલર્સ ખાડમાં ખાબકી


લખતર કડુ વચ્ચે આવેલ પેટ્રોલ પમ્પ સામે મોટરસાયકલનો બચાવ કરવા જતા ટ્રાવેલર્સ ખાડમાં ખાબકીપેસેન્જરને જેસીબી વડે બારી તોડી બહાર કાઢવામાં આવ્યા હોવાનું ટ્રાવેલર્સ પાસે ઉપસ્થિત લોકો દ્વારા જણાવાયુ લખતર તાલુકામાંથી પસાર થતો સ્ટેટ હાઇવે ગોઝારો સાબિત થઈ રહ્યો છે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે ત્યારે આજે રાજસ્થાન રાજ્યના જયપુર જિલ્લામાં રહેતો શ્રધ્ધાળુ પરિવાર જયપુરથી દ્વારકા મીની ટ્રાવેલર્સ લઈ દર્શન કરવા ગયો હતો શ્રધ્ધાળુ પરિવારને લઈ પરત જતી ટ્રાવેલર્સ રાત્રીના ચાર વાગ્યાની આસપાસ લખતર ક્રોસ કરી કડુ તરફ જઈ રહી હતી ત્યારે ગેથળા હનુમાનજી આશ્રમ કડુ ગામ વચ્ચે આવેલ પેટ્રોલ પમ્પ પાસે પહોંચી હતી ત્યારે ટાવેલર્સના દ્રાઈવરના જણાવ્યા મુજબ મોટર સાયકલ ચાલક જે તેમની આગળ જઈ રહ્યો હતો અને રોડ ઉપર ગફલત ભરી રીતે ચલાવતો હતો આથી હોર્ન વગાડવા છતા તે સાઈડમાં જતા પોતાને ટ્રાવેલર્સ સાઈડમાં લેવાની અને બ્રેક મારવાની ફરજ પડતા ટ્રાવેલર્સ રોડ ઉપરથી ઉતરી નીચે ખાડમાં જતી રહી હતી આ સમયે લોકો એકત્ર થઇ જતા કડુના સેવાભાવી કે.કે રાણાનું જેસીબી બોલાવી ટ્રાવેલર્સની બારી તોડી જેસીબીથી ટ્રાવેલર્સ ઉંચી કરી નીચે દબાઈ ગયેલ શ્રધ્ધાળુ પરિવારને બહાર કાઢી પ્રથમ લખતર ત્યારબાદ સુરેન્દ્રનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.