લીલીયા તાલુકા પંચાયતના સદસ્યોના રાજીનામાંનો રાજકીય ડ્રામા બાદ આવ્યો અંત
ભાજપના સદસ્યોના રાજીનામા પરત ખેચાતા આખરે ઘી ના ઠામ માં ઘી પડ્યું
લાઈટ, પાણી, રોડ, ગટર જેવા પ્રશ્નો સામે નારાજ સદસ્યો માની જતા ઘીના ઠામમાં પડ્યું ઘી
લીલીયા મોટા ખાતે આજ સવારથી જ રાજકીય માહોલ ગરમાઈ ગયો હતો ને અચાનક સવારે લીલીયા તાલુકા પંચાયતના બે સદસ્યોએ પોતાના કામ ન થતા હોવાની ફરીયાદો સામે અધિકારીઓ કે પદાધિકારીઓ કોઈ સાંભળતા ન હોવાની રજૂઆત સાથે લેખીત રાજીનામાં લઈને લીલીયા તાલુકા વિકાસ અધિકારીને સોંપ્યા હતા મળતી માહિતી પ્રમાણે લીલીયા તાલુકા પંચાયત સીટ નંબર 1 ના ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ મેઘાણી તેમજ તાલુકા પંચાયત સીટ નંબર 2 ના સદસ્ય કંચનબેન અરજણભાઈ ધામત દ્વારા લીલીયા તાલુકા વિકાસ અધિકારીને પોતાના કામો જેમા ગટર સફાઈ, લાઈટ પાણી સીસીટીવી,તેમજ અન્ય બાબતોને ટાંકીને કામ ન થતાં હોવાની રાજીનામા નકલમાં ઉલ્લેખ કરીને બંને સદસ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું ભાજપના સદસ્યોના રાજીનામા થી રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો હતો ને ભાજપ દ્વારા થોડી કલાકોમાં આ બન્ને સદસ્યો વચ્ચે સંકલન સાધીને બેઠક યોજી બંને તાલુકા પંચાયતના રાજીનામા આપનારા સદસ્યો ને મનાવી લેવામાં આવેલ અને પોતાની રજૂઆતને પ્રાધાન્ય મળશે તેવું આશ્વાસન આપવામાં આવતા બપોર બાદ તાલુકા પંચાયતના બંને સદસ્યોએ તાલુકા પંચાયત કચેરી ખાતે જઈને પોતાના રાજીનામાં પરત ખેંચતા સવારથી જ ભાજપમાં શરૂ થયેલો ઉકળતો ચરૂ શાંત થઈ ગયો હતો ને અંતે ઘીના ઠામ માં ઘી પડી જતાં ભાજપે હાશકારો અનુભવ્યો હતો
રિપોર્ટર
ઈમરાન.એ.પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.