નેત્રંગ વિસ્તાર માંથી ચાસવડ આશ્રમ શાળા માંથી ગુમ થયેલ બાળકોને ગણતરી ના કલાકોમાં શોધી કાઢી તેના પરીવાર સાથે સુખદ મિલન કરાવતી નેત્રંગ પોલીસ - At This Time

નેત્રંગ વિસ્તાર માંથી ચાસવડ આશ્રમ શાળા માંથી ગુમ થયેલ બાળકોને ગણતરી ના કલાકોમાં શોધી કાઢી તેના પરીવાર સાથે સુખદ મિલન કરાવતી નેત્રંગ પોલીસ


આજરોજ તા.૧૪/૦૬/૨૦૨૪ નાં રોજ બપોરના ત્રણ વાગે ચાસવડ આશ્રમ શાળામાં ગઇકાલે જ અભ્યાસ અર્થે નવુ એડમીશન મેળવનાર સગીર બાળક મોનાંગકુમાર રોહીતભાઇ વસાવા ઉ.વ.૧૩ તથા મંથનકુમાર રોહીતભાઇ વસાવા ઉ.વ.૧૦ બન્ને રહે. મકતમપુરા ભરૂચ નાઓ ચાસવડ આશ્રમ શાળામાં કોઇને કંઇ કહ્યા વગર જતા રહેલ જે બાબતે આશ્રમ શાળાના સંચાલકોએ નેત્રંગ પો.સ્ટે જાણ કરતા તેની શોધખોળ સારૂ નેત્રંગ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી સ્થળ વિઝીટ કરી હ્યુમન ઇન્ટેલીજન્સથી અલગ અલગ થીયરીના આધારે ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરેલ તપાસ દરમ્યાન ઉપરોક્ત ગુમ થયેલ બન્ને બાળકો નેત્રગ ચાર રસ્તા ખાતેથી મળી આવેલ હોય જેથી તેને પોલીસ સ્ટેશન લાવી શી.ટીમ મારફતે પારીવારીક વાતાવરણ પુરૂ પાડી ધીરજપુર્વક પુછપરછ કરતા તેઓ જણાવેલ કે તેની માતા નેત્રંગ ચાર રસ્તા ખાતે મુકી જતા રહેલ છે જેથી તેની માતાનો ચાસવડ આશ્રમ શાળા ખાતે સંચાલક મારફતે સંપર્ક કરતા તેની માતા પનીશાબેન રોહીતભાઇ વસાવા નાઓ પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને તેઓનું બાળકો સાથે સુખદ મીલન કરાવેલ તથા તેઓએ જણાવેલ કે ઉપરોક્ત બાળકોના પિતા હયાત નથી અને તેને આશ્રમશાળામાં અભ્યાસ સારૂ ગઈ કાલે જ મુકેલ હોવાનું જણાવેલ છે.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.