રાજકોટમાં 15 વર્ષની સગીરાને ઇન્સ્ટાગ્રામથી ફસાવી, પાડોશી છ મહિનાથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો; પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
રાજકોટમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેને લઇ વિદ્યાર્થિનીના પિતા દ્વારા નીતિન બગથરીયા અને મધુ ધકાણ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ ભક્તિનગર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેની પૂછપરછ કરતા પાડોશમાં જ રહેતા વ્યક્તિ દ્વારા છ મહિનાથી દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.